ફિલ્મોમાં ફ્લોપ અનન્યાને કરણ જોહર હવે ઓટીટી પર લોન્ચ કરશે

- કોલ મી બેઈ સીરિઝમાં અનન્યા ધનપતિ પરિવારે હાંકી કાઢેલી છોકરીની ભૂમિકા ભજવશે 

મુંબઈ


નવી જનરેશનની હિરોઈન અનન્યા પાંડે અત્યાર સુધી મોટા પડદા પર ખાસ કાંઈ ઉકાળી શકી નથી કે તેનો પોતાનો કોઈ ફેન બેઝ પણ બનાવી શકી નથી. આથી , તેના જેવા સ્ટારકિડ્ઝના ગોડફાધર કરણ જોહરે હવે અનન્યાને ઓટીટીમાં ચાન્સ આપવાનું નક્કી કર્યું છે. 

કરણ જોહરની કંપની 'કોલ મી બેઈ' નામની ઓટીટી સિરીઝ બનાવી રહ્યું છે. તેમાં અનન્યા પાંડે ટાઈટલ રોલમાં છે. અનન્યાની ભૂમિકા એક ધનપતિ પરિવારે હાંકી કાઢેલી છોકરીની છે. 

આ સીરિઝનું શુટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ થશે અને આવતાં વર્ષે તે રિલીઝ થશે. સીરિઝના અન્ય કલાકારોનું કાસ્ટિંગ હાલ ચાલુ છે. પરંતુ, અનન્યા જ સમગ્ર સીરિઝના કેન્દ્રમાં રહેશે. 

અનન્યાને તાજેતરમાં રજ ૂથયેલી 'લાઈગર' ફિલ્મની સફળતાની બહુ આશા હતી પરંતુ આ ફિલ્મ સાવ ફ્લોપ સાબિત થતાં તેની કેરિયર હાલકડોલક થઈ ગઈ છે. કરણ જોહરે જ અનન્યાને સ્ટૂડન્ટ ઓફ ધી યર ટૂ થી લોન્ચ કરી હતી. જોકે, એ પછી તે ખાસ લોકપ્રિય બની નથી કે તેના નામે કોઈ ફિલ્મ વેચાતી નથી. 'લાઈગર'ની નિષ્ફળતા બાદ તેને સાઉથના કેટલાય પ્રોજેક્ટસમાંથી પણ પડતી મુકવામાં આવી છે.



https://ift.tt/qIeEz4Q from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oQKDbwT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ