મંદિરે દર્શન કરવા આવવાનું નહી કહી નિવૃત્ત આર્મી જવાનની પત્નીની છેડતી કરી

અમદાવાદ,મંગળવાર

નવા નરોડામાં રહેતા નિવૃત્ત આર્મી જવાનની પત્નીને ગણપતિ દાદાના મંદિરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીને છેડતી કરી હતી, અને આરોપીના ભાણાએ તલવાર દેખાડીને દંપતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે મહિલાના પડોશમાં રહેતા મામા ભાણા સામે છેડતીનો ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.

પડોશી યુવકે મહિલાને ધક્કા મારી બહાર કાઢી તલવાર દેખાડી દંપતિને જાનથી મારી નાખવાની ધમકી આપી

આ કેસની વિગત એવી છે કે  નવા નરોડા ખાતે પાશ્વૅનાથ ટાઉનશીપમાં રહેતી ૩૨ વર્ષની  મહિલાએ બે વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા ગઇકાલે સાંજે નજીકમાં આવેલા ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા માટે ગઇ હતી જ્યાં એક યુવકે આવીને મંદિર અમારુ છે તમારે દર્શન કરવા આવવું નહી કહીને મહિલાનો હાથ પકડીને ધક્કા મારીને બહાર કાઢી મૂકી હતી. આ સમયે  નિવૃત્ત આર્મી  જવાન મહિલાના  પતિ  આવી ગયા હતા દરમિયાન આરોપીનો ભાણીયો તલવાર લઇને આવ્યો હતો અને તમે  મારા મામા સાથે તકરાર કરશો તો જાનથી મારી  નાંખીશું તેવી ધમકી આપીને બન્ને આરોપી નાસી ગયા હતા. આ ઘટના  અંગે કૃષ્ણનગર પોલીસે મહિલાના પડોશમાં રહેતા મામા ભાણા સામે છેડતીનો ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.



https://ift.tt/9CRzbxG

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ