બ્રેક કેમ મારી કહી એકિટવા ચાલકનો રિક્ષા ડ્રાઇવર ઉપર ચાકુથી ખૂની હુમલો

અમદાવાદ,મંગળવાર

ઓઢવમાં ફાયર સ્ટેશન સામે સોમવારે રાતે રસ્તામાં ગાય બેઠી હોવાથી રિક્ષા ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેથી એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સોએ રિક્ષા ચાલકને પકડીને બ્રેક કેમ મારી કહીને તકરાર કરી હતી અને ઢોર મારીને ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ચાર શખ્સો સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રસ્તામાં ગાય બેઠી હોવાથી બ્રેક મારી તો એક્ટિવા પર આવેલા શખ્સોએ રિક્ષા ચાલકને પકડીને ઢોર માર માર્યા બાદ ઘાતક હુમલો કર્યો

 આ કેસની વિગત એવી છે કે ઓઢવમાં સોનીની ચાલી પાસે બિરજુનગર ખાતે રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા સતવીરસિંહ રઘુવીરસિંહ તોમર (ઉ.વ.૪૨)એ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પપ્પુ તોેમર તથા મહેન્દ્રસિંહ અને સચીન તોમર સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ગઇકાલે મોડી રાતે રિક્ષા ચલાવીને ઓઢવ ફાયર સ્ટેશન પાસે સરકારી સ્કૂલ પાસે પસાર થતા હતા, આ સમયે રસ્તામાં ગાય બેઠેલી હોવાથી તેઓએ અચાનક બ્રેક મારી હતી.

આ સમયે પાછળ આવી રહેલા ચાર શખ્સોએ રિક્ષા ચાલકને રોકીને પકડીને બ્રેક કેમ મારી કહીને તકરાર કરી હતી એટલું જ નહી યુવકને ઢોર માર માર્યો હતો અને એક શખ્સે યુવકની છાતીમાં ચાકુના ઘા મારીને લોહી લુહાણ કરીને આરોપી નાસી ગયા હતા.આ બનાવ અંગે ઓઢવ પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોંધીને  આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.




https://ift.tt/Ps02xl9

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ