અમદાવાદ,
પરસોલી મોટર્સના સંચાલક ઝફર સરેશવાલા તથા તેમના દીકરા હબીબ ઝફર સરેશવાલા વિરૂૃધ્ધ ગાંધીનગરની કલોલની કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું છે. આ સાથે કોર્ટે ઝફર સરેશવાલાનો પાસપોર્ટ જપ્ત કરવા માટે રિજનલ પાસપોર્ટ ઓફિસને નિર્દેશ આપીને ૧૦ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે પણ આદેશ આપ્યો છે.કલોલમાં રહેતા રીધમ મુકેશભાઈ શેઠે પરસોલી મોટર્સ વર્ક્સ પ્રા. લિ. અને તેના ડાયરેક્ટર્સ તલ્હા યુનુસ સરેશવાલા, ઉમર ઉવેશ સરેશવાલા, હબીબ ઝફર સરેશવાલા, ઉવેશ યુનુસ સરેશવાલા અને ઝફર યુનુસ સરેશવાલા સામે નેગોશિએબલ ઈન્સ્ટ્મેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કલોલ તાલુકા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત, ઝફર સરેશવાલા તથા તેમના દીકરા સામે આ પ્રકારની ચાર ફરિયાદો ૨૦૧૯ના વર્ષમાં નોંધંવામાં આવી હતી. જે કેસની સુનવણી કોર્ટમાં શરૂ થઇ હતી. પરંતુ, ચેક રિટર્નના કેસમાં સુનાવણી દરમિયાન ઝફર સરેશવાલા અને હબીબ સરેશવાલાને વિશેષ નિવેદન માટે હાજર રહેવા કોર્ટે આદેશ જાહેર કર્યા હતા. પરંતુ બંને સતત ગેરહાજર રહ્યા હતા. જે કેસની સુનવણી કલોલ કોર્ટ આકરો અભિગમ અપનાવ્યો હતો. પ્રિન્સિપાલ સિનિયર જજે કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ઝફર સરેશવાલા અને હબીબ સરેશવાલા સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત, કોર્ટે રિજનલ પાસપોર્ટ ઓફિસ (અમદાવાદ)ને ઝફર સરેશવાલાનો પાસપોર્ટ જપ્ત કરવા અને ૧૦ દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. હાલ ચેક રિટર્નના કેસના આરોપીઓ પૈકીનો એક હબીબ ઝફર સરેશવાલા હાલ દુબઈમાં છે. તેથી તેને બિનજામીનપાત્ર વોરંટ બજવવા માટે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયને જાણ કરવામાં આવશે. તેમજ ઝફર સરેશવાલાને મેડીકલ સટફિકેટ આપનાર તબીબ ડા.એમ.જી. અનારવાલા પણ શંકાના ઘેરાવામાં આવ્યા હતા. જેમાં તેમણે ઝફર સરેશવાલાને તપાસ્યા વગર જ સટફિકેટ આપ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેની ગંભીર નોંધ લઇને કોર્ટે હુકમની એક નકલ મેડિકલ કાઉન્સિલ બોર્ડ ઓફ ગુજરાતને મોકલવા નિર્દેશ આપ્યા હતા. કોર્ટે ડા. અનારવાલાએ ઈસ્યુ કરેલા સટફિકેટની કાયદેસરતા તપાસવા તેમજ ઈન્ક્વાયરી કરવા આદેશ આપ્યા હતા. તેમજ ૧૦ દિવસમાં કાઉન્સિલ દ્વારા તબીબ સામે લેવાયેલાં પગલાનો રિપોર્ટ રજૂ કરવાનો હુકમ પણ થયો હતો.
https://ift.tt/ipyPTZL
0 ટિપ્પણીઓ