જાણો, 1947માં ભારત પાક વચ્ચે માત્ર સરહદ જ નહી ટાઇપરાઇટર, પેન સ્ટેન્ડ અને ખુરશીના પણ ભાગ પડેલા


નવી દિલ્હી,13 ઓગસ્ટ,2022,શનિવાર 

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલા પડયા ત્યારે માત્ર સરહદો જ નહી પેન્સીલ ખુરશીઓ,સરકારના પાલતું પ્રાણીઓની પણ વહેચણી થઇ હતી.જેમાં વિદેશમંત્રાલયમાંથી ૨૧ ટાઇપરાઇટર,૩૧ પેન સ્ટેન્ડ,૧૬ આરામ ખુરશીઓ,૧૨૫ પેપ કેબિનેટ અને અધિકારીઓને બેસવા માટેની ૩૧ ખુરશીઓ પાકિસ્તાન મોકલવામાં આવી હતી.એ સમયે તાત્કાલિક રાજધાની કરાંચી બનાવવામાં આવી હતી. ત્યાં વહિવટી સરળતા રહે તે માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ના હોવાથી કાગળ,પેન. ફાઇલો અને પીન પણ ન હતી.

નવાઇની વાતતો એ છે કે વન વિભાગની સંયુકત સંપતિ ગણાતા જોયમુની નામના હાથીની પણ વહેંચણી કરવામાં આવી હતી. એટલું જ નહી ૧૯૨૦માં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા તેમાં અતિ કિંમતી સોનાના હારની પણ વહેંચણી કરવામાં આવી હતી.એ સમયે જબરદસ્ત વિરોધ થયો હતો એટલું જ નહી હાથીના મહાવતે પણ પૂર્વ પાકિસ્તાનમાં જવાનો ઇન્કાર કર્યો હતો.


ભાગલા પહેલા પણ ભારતની રાજધાની દિલ્હી હોવાથી તેમાં ખાસ તકલીફ ન હતી પરંતુ પાકિસ્તાનનું કરાંચી એક સુબેદાર સ્ટેટ હતું. સિધુ ઘાટીની સભ્યતાની ૧ હજારથી વધુ વસ્તુઓ મળી જેમાંથી ૬૦ ટકા ભારતમાં અને ૪૦ ટકા પાકિસ્તાનને આપવાની વાત હતી. જેમાં ડાંસ કરતી યુવતી, ધ્યાનમગ્ન યોગી અને કિંમતી હારની વહેંચણી મુખ્ય હતી.ડાંસ કરતી યુવતીની મુર્તિ ભારતને જયારે ધ્યાન મગ્ન યોગીની મુર્તિ પાકિસ્તાનને મળી હતી.

હડપ્પામાંથી મળેલા સોનાના હારની વહેંચણીમાં ડખો થયો હતો 


કે સોનાના હાર માટે બંને માંથી એક પણ પક્ષ ઝુકવા તૈયાર ન હતો. આથી હારને પણ દેશની જેમ જ તોડીને ભાગલા પાડવામાં આવ્યા હતા. ભારતના હારવાળો ટુકડો દિલ્હીના નેમ્લ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. આમ ઐતિહાસિક વસ્તુઓ અને ખુરશીઓ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભાગલાની સાક્ષી રહી છે. સિંધુની ઘાટીની સભ્યતાએ ભારતના ઇતિહાસની સૌથી મહત્વની શોધ છે. એવું માનવામાં આવે છે કે લોકો નાની નાની ચીજ માટે લડતા ઝગડતા હતા. બ્રિટનથી ૬૦ બતકો થોડાક મહિના પહેલા જ લાવવામાં આવી હતી તે પણ સરખાભાગે વહેંચવામાં આવી હતી.




https://ift.tt/sfZwUaT from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/D21GhzR

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ