- ફારૂકીએ હિન્દુ દેવોનો કોમેડી વીડિયો રચ્યા હોવાનું કહેવાય છે
- ટી. રાજા સિંઘ ઉપર ધાર્મિક લાગણી દુભાવવા માટે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો લગાડવામાં આવી
હૈદરાબાદ, નવી દિલ્હી : તેલંગાણાના ભાજપના વિધાયક ટી.રાજા સિંહની તેઓએ મહમ્મદસાહેબ અંગે કરેલી ટીકાઓને લીધે આજે ધરપકડ કરવામાં આવી છે. તેઓની ઉપર અન્યોની ધાર્મિક લાગણી દુભવવા અંગે કેસ કરવામાં આવ્યો છે.
આ માહિતી આપતાં હૈદરાબાદ સાઉથ ઝોનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પી.આઈ. ચૈતન્યે જણાવ્યું હતું કે, રાજા સિંહે પયગમ્બરસાહેબ અંગે કરેલી ટીકાના પગલે એક મોટુ ટોળુ સોમવારે રાત્રે પોલીસ કમિશનર સી.વી. આનંદની ઓફીસ સામે એકઠું થયું હતું અને રાજા સિંહની ધરપકડ કરવા માંગણી કરી હતી.
એવું કહેવાય છે કે ટી. રાજાસિંહે ૧૦ મીનીટનો એક વિડીયો રજૂ કર્યો હતો જેમાં મહમ્મદસાહેબ વિષે કેટલીક અઘટિત ટીકાઓ કરવામાં આવી હતી.
પોતાની આ ધરપકડનો વિરોધ કરતા રાજા સિંહે જણાવ્યું હતું કે તેમનો તે વિડીયો વાસ્તવમાં એક કોમેડી શો જ હતો. આ સાથે તેમણે યાદ આપી હતી કે મુનાવર ફારૂકીએ પણ એક કોમેડી વિડિયો બનાવ્યો હતો જેમાં હિન્દુ દેવ-દેવીઓની ઠઠ્ઠા ઉડાડવામાં આવી છે.
એવું પણ જાણવા મળ્યું છે કે મુનાવર ફારૂકી આવો કોઈ હિન્દુ દેવ દેવીઓની ઠઠ્ઠા ઉડાડતો વીડીયો રચી રહ્યા છે તેવી માહિતી મળતાં રાજા સિંઘ તેમના ૫૦ ટેકેદારો સાથે તે સ્થળે પહોંચી ગયા હતા અને આવી કોઈ કાર્યવાહી તોડવા માગતા હતા. જો કે પોલીસે તે પહેલા જ તેમની ધરપકડ કરી હતી. અને વિડીયો માટે તૈયાર કરેલી રંગભૂમિ ઉપર શો ચાલતો રહ્યો.
https://ift.tt/MxUsFe8 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vGaTSjq
0 ટિપ્પણીઓ