પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા જેવા કટ્ટર સંગઠનો સામે આકરી કાર્યવાહી જરૂરી




દિલ્હીમાં ઓલ ઈન્ડિયા સૂફી કાઉન્સિલે સાંપ્રદાયિક સૌહાર્દ માટે આંતરધર્મીય પરિષદનું આયોજન કર્યું હતું. એમાં વિવિધ ધર્મોના ધાર્મિક અગ્રણીઓ સામેલ થયા હતા. દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધાર્મિક નેતાઓએ કટ્ટર સંગઠનો સામે પ્રતિબંધો મૂકવાની માગણી કરી હતી.
આંતરધર્મીય પરિષદમાં હાજર રહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે કહ્યું હતું કે કેટલાક સંગઠનો કટ્ટરતા ફેલાવીને દેશની પ્રગતિને રૃંધે છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા જેવા કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠનોના કારસ્તાનની હવે માત્ર ટીકા કરવાથી ચાલે તેમ નથી. આ અને આવા સંગઠનો સામે આકરી કાર્યવાહીનો સમય આવી ગયો છે. તેમણે ઉમેર્યું હતુંઃ કેટલાક લોકો ધાર્મિક માન્યતાના આધારે સમાજમાં આંતરિક વિખવાદ કરાવે છે. બહુમતી લોકો મૌન છે. પરંતુ આપણે મૌન બેસી શકીએ નહીં. આ રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો સવાલ છે. આપણે સૌએ સંગઠિત થઈને અવાજ ઉઠાવવો પડશે. ભૂલોમાંથી શીખીને સુધારો કરવા પડશે. પગલાં ભરવા પડશે.
આંતરધર્મીય પરિષદમાં હાજર મુસ્લિમ ધર્મના અગ્રણીઓ પણ એ વાતનું સમર્થન કર્યું હતું અને પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. મુસ્લિમ નેતાઓએ ભારપૂર્વક કહ્યું હતું કે કેટલાક લોકો અને કેટલાક સંગઠનોના કારણે આખા મુસ્લિમ સમુદાયને ભોગવવું પડે છે. કાયદાકીય રીતે આવા કટ્ટરવાદી સંગઠનો અને કટ્ટરવાદ ફેલાવતા લોકો સામે પગલાં ભરવા જરૃરી છે. દેશમાં એકતા જળવાઈ રહે તે ખૂબ જ આવશ્યક છે.
ઓલ ઈન્ડિયા સૂફી સંગઠન દ્વારા દિલ્હીમાં યોજાયેલી સર્વધર્મ સમભાવ પરિષદમાં બધા જ ધર્મના પ્રતિનિધિ અગ્રણીઓ હાજર રહ્યા હતા. દેશમાં એકતા-અખંડિતતા-સલામતી-શાંતિ-સમુદ્રી જળવાય તે માટે ધાર્મિક કટ્ટર સંગઠનો સામે પગલાં ભરવાની સામુહિક માગણી એમાં ઉઠી હતી.



https://ift.tt/6EMYmRc from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hiR1ILd

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ