કોને લાભ મળે?
·
બધા
ખેડુતો-વ્યક્તિગત/સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવનારાઓ કે જેઓ માલિક તરીકે ખેતી કરે
છે.
·
ભાગમાં
પાક કરનારાઓ ને.
કેટલો લાભ મળે?
·
5 વર્ષ માટે આ ક્રેડિટ કાર્ડ સુવિધા મંજુર
કરવામાં આવે છે.
·
સરકારશ્રી દ્વારા વિસ્તાર
અને પાક પ્રમાણે પ્રતિ હેકટર દીઠ નક્કી કરેલ દર થી ખરીફ ધિરાણ અને રવિ ધિરાણ તેમજ
લાંબાગાળાના પાક માટે લાંબાગાળા પાક ધિરાણ મળે છે.
·
રૂપિયા ત્રણ લાખની
મર્યાદામાં લીધેલ પાક ધિરાણ શૂન્ય ટકાના વ્યાજદરથી પાક ધિરાણ મળે છે એટલે કે સરકારશ્રી તરફથી 7 ટકાના
દરે વ્યાજ સબસીડી મળે છે. આ સબસીડી મેળવવા માટે નિયત તારીખ પહેલા લોનની ભરપાઈ કરવી
પડે છે.
·
ખેડુતો પોતાની પસંદગી મુજબ
બિયારણ,ખાતર અને જંતુનાશક દવા ખરીદી શકે છે.
·
કિસાન ક્રેડીટ કાર્ડમાં રૂપે
કાર્ડની સુવિધા આપવામાં આવે છે.
જરૂરી ડોકયુમેંટ
·
અરજી ફોર્મ
અરજી ફોર્મ આ વેબસાઇટ પરથી
ડાઉનલોડ કરો (http://pmkisan.gov.in/Documents/kcc.pdf)
·
ખેતીની માલિકી હક્કના પુરાવા-7/12,8-અ
ના ઉતારા તેમજ પત્રક 6 વગેરે .
·
ચુંટણી કાર્ડ, રેશનકાર્ડની
નકલ, આધારકાર્ડની નકલ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ, લીઝ કરાર.
અરજી ક્યાં કરવી?
· જાહેર
ક્ષેત્રની કોમર્શિયલ બેન્કો, ખાનગી બેન્કો અને સહકારી બેન્કોમાં.
0 ટિપ્પણીઓ