- સુરતના મેયરને સખી મંડળે શુભેચ્છા મુલાકાતમાં ચોખા આપ્યા તો મેયરે રજૂઆત કરનાર જરૂરતમંદોને ચોખા આપ્યા
- વરાછામાં શ્રમજીવીઓને નડતી મુશ્કેલીની રજુઆત કરવા આવેલા શ્રમજીવીઓને મેયરે ચોખા આપી મદદરૂપ થવા પ્રયાસ કર્યો
સુરત,તા. 2 જુન 2022,ગુરૂવાર
સુરતના મેયરના સ્વાગત માટે આવેલા એક સખી મંડળે ફુલોની જગ્યાએ ચોખા આપીને તેમનું સન્માન કર્યું હતું. સન્માનમાં આવેલા ચોખા મેયરે ઓફિસમાં જ રાખ્યા હતા. બે દિવસ બાદ શ્રમજીવીઓ તેમની સમસ્યા લઈને રજુઆત માટે આવ્યા હતા તેમની સમસ્યાનું સમાધાન સાથે જરૂરતમંદ શ્રમજીવીને સન્માનમાં આવેલા ચોખા આપવામાં આવ્યા હતા. આમ કરીને સુરતના મેયરે ફુલ કે બુકને બદલે જરૂરત મંદને ઉપયોગમાં આવી શકે તેવી વસ્તુથી સન્માન કરવા માટે અપીલ કરી છે.
સુરતના મેયરની મુલાકાત માટે અનેક લોકો રોજ આવતા હોય છે પહેલી વાર મળતા લોકો બુકે કે ફૂલ લઈને મેયરને મળીને તેમનું સ્વાગત કરે છે. થોડા સમય પહેલાં મેયરે લોકોને અપીલ કરી હતી કે ફુલ કે બુકેને બદલે લોકો એવી વસ્તુથી સન્માન કરે કે તે વસ્તુ અન્ય જરૂરતમંદ લોકોને ઉપયોગમાં આવી શકે. આ પ્રકારની તેમની અપીલ બાદ બે દિવસ પહેલાં સુરતનું એક સખી મંડળ મેયરની મુલાકાતે આવ્યું હતું. સખી મંડળે તેમના મંડળની મહિલાઓને કેવી રીતે આગળ લાવવામાં આવે તેની માહિતી મેયર પાસે મેળવી હતી. આ મુલાકાત બાદ સખી મંડળના અગ્રણીઓએ મેયરનું સ્વાગત ફુલ કે બુકેના બદલે ચોખા આપીને સ્વાગત કર્યું હતું.
ચોખાની સ્વાગત કરતાં મેયર હેમાલી બોઘાવાલા ખુશ થઈ ગયાં હતા અને અન્ય લોકોને પણ આવી જ રીતે વસ્તુથી સ્વાગત કરવા અપીલ કરી હતી. આ સ્વાગતના બે દિવસ બાદ ગઈકાલે વરાછા વિસ્તારમાં રહેતા કેટલાક શ્રમજીવી તેમની સમસ્યા લઈને આવ્યા હતા. મેયરે તેમની સમસ્યા સાંભળી અને તેમની સમસ્યા અંગે હલ આપ્યો હતો. રજુઆત કરવા આવનાર શ્રમજીવીઓ રોજ કમાઈને રોજ ખાઈ તેવા હતા તેથી મેયર બોધાવાલાએ તેમના સન્માન માટે આવેલા ચોખા આ શ્રમજીવીઓને આપ્યા હતા.
https://ift.tt/mMyB7I8 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/T17c6Vn
0 ટિપ્પણીઓ