- 2022નું વર્ષ બોલિવુડ સંગીત માટે ભારે અમંગળ
- દેશભરમાં કરોડો ચાહકોને આંચકો: વડાપ્રધાન મોદી સહિતના મહાનુભવોએ શ્રદ્ધાંજલિ આપી
કોલકત્તા : સિંગર કેકેના આકસ્મિક નિધનથી બોલિવુડ શોકમાં ગરકાવ થઈ ગયું છે. બોલિવુડના કલાકારો, નિર્માતાઓ, સંગીત નિર્દેશકો તથા ંઈંડસ્ટ્રી સાથે સંકલાયેલા લોકો દ્વારા કેકેને અંજલિનો પ્રવાહ દિવસભર ચાલતો રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના મહાનુભવોએ પણ કેકેનાં નિધન માટે દુ:ખ વ્યક્ત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંજલિ આપતાં કહ્યું હતું કે કેકેના મોતથી પોતે ભારે ગમગીની અનુભવી રહ્યા છે. તેમણે અનેકવિધ મનોભાવ રજૂ કરતાં ગીતો સાથે લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તેઓ તેમનાં ગીતો દ્વારા સદાય અમર રહેશે. ગૃહ પ્રધાન અમિત શાહ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી સહિતના રાજકીય મહાનુભવોએ પણ કેકેને અંજલિ આપી હતી.
બોલિવુડના કલાકારો તથા સર્જકોએ પોતાના કેકે સાથે સંસ્મરણોને તાજાં કર્યાં હતાં. સંગીતકાર વિશાલદદલાણીએ કહ્યું હતું કે મારા માટે આંસુ રોકવાનું અશક્ય છે.
સંગીતકાર અને ફિલ્મ દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે વર્ષો પહેલાં મેં અને કેકેએ દિલ્હીમાં એકસાથે શરુઆત કરી હતી. માચીસ ફિલ્મ દ્વારા અમને બંનેને એકસાથે કામયાબી મળી હતી. છોડ આયે હમ વોહ ગલીયાં ગીત સાથે કેકેએ લત્તા મંગેશકરના પાની પાની રે ગીતના બીજા ભાગમાં પણ કંઠ આપ્યો હતો. મારા માટે એ નાના ભાઈ જેવો હતો.
સંગીતકાર પ્રિતમ કહ્યું હતું કે કોઈ મને કહે તો સારું કે કેકેના મોતના સમાચાર ખોટા છે.
કેકેના અનુક સુપરહિટ ગીતોનું ફિલ્માંકન ઈમરાન હાશ્મી પર થયું છે. ઈમરાને કહ્યું હતું કે કેકેના ગીતો સદાં મારાં દિલની નજીક હતાં અને રહેશે. કેકેએ બહુ જલ્દી વિદાય લીધી અને તે સાથે એક યુગ ખત્મ થઈ ગયો છે.
https://ift.tt/cpbZ6KM
0 ટિપ્પણીઓ