- નીનાએ ફરી ડ્રેસ પરથી જજમેન્ટ આપનારા લોકોને ખખડાવ્યો
- પંચાયતની પ્રધાનથી તદ્દન અલગ બિલકૂલ બોલ્ડ અને બેફિકર અંદાજ ધરાવતી નીનાને વારંવાર ટ્રોલર્સ સાથે સંઘર્ષ
મુંબઈ : પંચાયત સિરિયલની લોકપ્રિયતાથી નીના ગુપ્તા ભારે ચર્ચામાં છે. પંચાયતના પ્રધાન તરીકે એકદમ ગામડાંની મહિલાના રંગરુપમાં રજૂ થતી નીના વાસ્તવિક જિદંગીમાં અતિશય બોલ્ડ અને બેફિકર છે અને તેના કારણે તેને વારંવાર ટ્રોલર્સ સાથે તડાફડી પણ થાય છે. નીનાએ પંચાયતની સફળતા નિમિત્તે વાત કરતાં ફરી ગુલઝાર સાથે તેની મીટિંગના ટ્રોલિંગનો કિસ્સો વાગોળ્યો છે.
નીનાએ પોતાની આત્મકથાની નકલ આપવા માટે ગુલઝારને મળી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયો અનુસાર ગેટ પર જ ગુલઝારે આ બુક રિસીવ કરી હતી. તે વખતે નીના બ્લૂ કલરનાં ફ્લોરલ ટોપ અને એકદમ ટૂંકી શોર્ટ્સ પહેરીને ગઈ હતી.
એ સમયે કેટલાય ટ્રોલર્સએ નીનાને ગુલઝાર જેવી હસ્તીને આ રીતે શોર્ટસ પહેરીને મળવા બદલ ખખડાવી હતી. ગુલઝાર સાહેબની વય અને કક્ષાનું કોઈ તો માન રાખવું હતું તેવી ટિપ્પણીઓ લોકોએ કરી હતી.
હવે સમગ્ર કિસ્સા વિશે બોલતાં નીનાએ જણાવ્યું છે કે એક સમયે હું અને ગુલઝાર સાહેબ સાથે સાથે ટેનિસ રમતા હતા. કેટલીયવાર એવું બન્યું છે કે ટેનિસ રમવા જવાનું હોય ત્યારે ગુલઝાર સાહેબ મને મારાં ઘરે પિક કરવા આવ્યા હોય. તે વખતે સ્વાભાવિક રીતે અમે બંને શોર્ટસમાં જ સજ્જ રહેતા હતા. હવે આટલાં વર્ષે હું એમને શોર્ટસમાં મળું તેમાં ખોટું શું છે. ગુલઝાર સાહેબે બહુ હસીને પ્રેમથી મારું પુસ્તક સ્વીકાર્યું એ મારા માટે બસ છે.
https://ift.tt/tfoKvSN
0 ટિપ્પણીઓ