- અમિત શાહે પોતે 13 વર્ષ બાદ પરિવાર સાથે થિયેટરમાં ફિલ્મ જોઈ હોવાનું જણાવ્યું
નવી દિલ્હી, તા. 02 જૂન 2022, ગુરૂવાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે દિલ્હી ખાતે પોતાના પત્ની સોનલ અને દીકરા જય શાહ સાથે ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ફિલ્મ જોયા બાદ અમિત શાહે પીરિયડ ડ્રામાના કલાકારો અને ક્રૂની ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, ઈતિહાસના વિદ્યાર્થી તરીકે તેમણે ભારતના સાંસ્કૃતિક યુદ્ધો દર્શાવતી ફિલ્મનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત તેમણે પોતે જે રીતે ફિલ્મમાં ભારતીયોને દર્શાવ્યા છે તેમાં પોતે રસમગ્ન થઈ ગયા હતા તેમ પણ જણાવ્યું હતું.
અમિત શાહે પોતે 13 વર્ષ બાદ પરિવાર સાથે થિયેટરમાં ફિલ્મ જોઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ સાથે બેઠેલા અમિત શાહના પરિવાર માટે આ પ્રકારે સાથે મળીને ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપવી તે ખૂબ જ આનંદની પળ બની રહી હતી.
અમિત શાહે જણાવ્યું કે, આ ફિલ્મ વાસ્તવમાં સ્ત્રીઓનું સન્માન કરવાની અને તેમને સશક્ત બનાવવાની ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે. ફિલ્મમાં રાજકીય શક્તિ અને પસંદગીની સ્વતંત્રતા અંગે પણ એક ખૂબ જ મજબૂત સંદેશો આપવામાં આવ્યો છે જેનો મધ્યકાલીન યુગની મહિલાઓને આનંદ મળતો હતો.
ફિલ્મની પ્રશંસા કર્યા બાદ અમિત શાહ બહાર નીકળવા લાગ્યા હતા પરંતુ તેમના પત્ની સોનલ ત્યાં જ ઉભા રહી ગયા હતા. હકીકતે તેમને પોતાને ક્યાં જવાનું છે તેની જાણ નહોતી માટે ઉભા રહી ગયા હતા. તેવામાં તાજેતરમાં જ ફિલ્મ જોઈ હોવાથી અમિત શાહે ફિલ્મી કેરેક્ટરના અંદાજમાં પત્નીને 'ચલિએ હુકૂમ' તેમ કહ્યું હતું. આ કારણે ત્યાં ઉપસ્થિત લોકો હસી પડ્યા હતા અને અમિત શાહના પત્ની શરમાઈ ગયા હતા.
ત્યાર બાદ જય શાહે આગળ જઈને તેમને અમિત શાહ પાસે પહોંચાડ્યા હતા અને સૌ એક સાથે ચાણક્ય ફિલ્મ હોલમાંથી બહાર નીકળ્યા હતા.
https://ift.tt/g4ekzyS
0 ટિપ્પણીઓ