- મારી કેટલીય ફિલ્મો મેં જોઈ નથી કારણ કે જોવાલાયક ન હતી
- પરિવારની આર્થિક હાલત ખરાબ હતી પણ ચેક આવતો રહે એ માટે બેકાર ફિલ્મો પણ ચાલુ રાખી
મુંબઈ : ૯૦ના દાયકાની ગ્લેમરસ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ કબૂલાત કરી છે કે તેણે પોતાની કારકિર્દીમાં બહુ કચરો ફિલ્મો કરી છે. પરંતુ તે સમયે પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી જે ફિલ્મો મળે તે કરી લેવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ ન હતો.
સોનાલીને કેટલીય હિટ ફિલ્મો મળી તેના પર પિક્ચરાઈઝ થયેલાં કેટલાંય ગીતો આજે પણ લોકપ્રિય છે પરંતુ મોટાભાગની ફિલ્મોમાં તેણે બહુ મહત્વની ના હોય તેવી ભૂમિકાઓ કરી છે. કારકિર્દીની શરુઆતમાં જ બહુ યાદગાર ભૂમિકાઓ કેમ ના કરી તેવું એક મીડિયા સંવાદમાં પૂછાતાં સોનાલીએ કહ્યું હતું કે તેને પૈસાની જરુર હતી એટલા ખાતર થઈન ેતેણે એ બધી ભંગાર ફિલ્મો કરી હતી.
સોનાલીના કહેવા અનુસાર મારે પૈસાની જરુર હતી. મારે ઘરનું ભાડું ભરવાનું હતું. મારે કેટલાંય બિલ ભરવાનાં હતાં. મારા પરિવારની આર્થિક સ્થિતિ તે વખતે બહુ સારી ન હતી. હું ઝડપથી પૈસા કમાઈ શકું એ માટે આ લાઈનમાં આવી હતી અને મારી પાસે સારા રોલ જ કરવા એવી કોઈ ચોઈસ જ ન હતી.
સોનાલીએ એ દિવસો યાદ કરતાં કબૂલ્યું હતું કે કેટલીક વખત તો હું પોતે મનોમન મારી જાતને કોસતી હતી કે આ હું શું કરી રહી છું, પરંતુ, પછી ચેક આવવાનો છે એવું યાદ કરી તેમાં ઓતપ્રોત થઈ જતી હતી.
સોનાલીએ નિખાલસ રીતે જણાવ્યું હતું કે મારી પોતાની કેટલીય ફિલ્મો મેં ખુદ જોઈ નથી કારણ કે એમાં કાંઈ જોવાલાયક હતું જ નહીં.
તેણે જણાવ્યું હતું કે જ્યારે તમારે મકાન ભાડાં ચુકવવાના હોય, બિલો આપવાના હોય, ટકી રહેવાનો સંઘર્ષ કરવાનો હોય ત્યારે કચરો ફિલ્મો કરવી કે ના કરવી એવો વિકલ્પ રહેતો નથી. મારે કાં તો સારા રોલ કરવા અથવા તો પછી ટકી રહેવા માટે પૈસા કમાવા ખાતર કચરો ફિલ્મો કરવી એ બે જવિકલ્પ હતા અને મેં ટકી રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
આ ઈંડસ્ટ્રીમા મારા કોઈ ગોડફાધર ન હતા અને મને ક્યારેય તેવી જરુર પણ પડી નથી.
https://ift.tt/3D8lnat
0 ટિપ્પણીઓ