- 3 વર્ષથી સફાઈ કર્મચારી પાસે વાહનોના પંચર અને રીપેરીંગ કામ કરાવતા હતા : મૃતક શૈલેષ સોનાવાડિયાના લગ્ન 3 મહિના પહેલા જ થયા હતા
સુરત,તા. 4 મે 2022,બુધવાર
સુરત મહાનગરપાલિકાની ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર એક જે.સી,બીનું ટાયર ફાટી જતા પાલિકાના કર્મચારીનું મોત થયું હતું. આ મોત બાદ મૃતકના પરિવારજનોએ કલ્પાંત કરતાં સમગ્ર ઘટના માટે પાલિકાના અધિકારીઓને જવાબદાર ગણાવ્યા હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, ત્રણ વર્ષથી સફાઈ કામદાર તરીકે નિયુક્ત થયો હતો તેની પાસે પંકચરનું કામ કરાવતા હતા તેના કારણે આજે અકસ્માત થયો તેનું મોત થયું છે. મૃતકના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા અને તે પાલિકામાં 2017માં જ કાયમી ભરતી થયો હતો.
સુરત મહાનગર પાલિકાના ખજોદ ડિસ્પોઝબલ સાઈડ પર એક જે.સી.બી.મશીનનું ટાયર પંક્ચર થયું હતું તેનું કામ કરતો શૈલેષ સોનાવાડિયા કરતો હતો ત્યારે અચાનક ટાયર ફાટી જતા તેને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જે.સી.બીના ટાયમાં પંકચરનું કામ કરતા કર્મચારી સફાઈ કામદાર તરીકે 2017માં ભરતી થયો હતો. તેનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનો એ કલ્પાંત કરતાં તેમના પરિવારના દીકરા ના મોત માટે પાલિકાના અધિકારી જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારજનોનો આક્ષેપ એવો હતો કે, શૈલેષ ની ભરતી સફાઈ કામદાર તરીકે થઈ હતી પરંતુ તેની પાસે પિક્ચર ઉપરાંત અન્ય કામો કરાવવામાં આવતા હતા. તેમાં આજે ટાયર ફાટી જતાં તેનું મોત થયું છે તેના માટે પાલિકાના અધિકારીઓ જ જવાબદાર છે.
સુરત: ખજોદ ડિપોઝલ સાઇડ પર JCB નું ટાયર ફાટતા સફાઈ કર્મચારીનું મોત#Surat #Empl #Death #JCB pic.twitter.com/mBa4AH8qHk
— Gujarat Samachar (@gujratsamachar) May 4, 2022
ટાયર ફાટી જતા જીવ ગુમાવનાર શૈલેષ સોનાવાડિયના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા અને ગત એપ્રિલ માસની 13 તારીખે તેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પરિવારનો દીકરો ગુમાવી દેતા પરિવારજનોએ હોસ્પિટલ બહાર કલ્પાંત કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગ કરી હતી.
https://ift.tt/Ggeh1oL from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8sULR0d
0 ટિપ્પણીઓ