Image - wikipedia |
નવી દિલ્હી, તા.05 એપ્રિલ-2023, બુધવાર
ગાંધીજીના મૃત્યુની દેશની સાંપ્રદાયિક પરિસ્થિતિ પર જાદુઈ અસર, ગાંધીજીની હિંદુ-મુસ્લિમ એકતા માટેની શોધે હિંદુ ઉગ્રવાદીઓને ઉશ્કેર્યા અને RSS જેવા સંગઠનો પર થોડા સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો... આ બધી બાબતો હવે ભૂતકાળ બની જશે. આ બધી બાબતો યુવા પેઢીને શાળાના પુસ્તકોમાં વાંચવા મળવાની નથી... કારણ કે આ બાબતોને લગતા પાઠો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના શૈક્ષણિક સત્ર 2023-24 બાદના પ્રસ્તાવિત ધોરણ-12 પોલિટિકલ સાયન્સના પાઠ્યપુસ્તકમાંથી ગાયબ છે.
NCERTએ ગત વર્ષે તેના સિલેબસ રેશનલાઈજેશન અભ્યાસના ભાગ રૂપે, ઓવરલેપિંગ અને અપ્રાસંગિક કારણોનો હવાલો આપી અભ્યાસક્રમમાંથી કેટલાક ભાગોને કાઢી નાખ્યા હતા, જેમાં ગુજરાતના રમખાણો, મુઘલ અદાલતો, કટોકટી, શીત યુદ્ધ, નક્સલવાદી આંદોલન વગેરેના પાઠનો સમાવેશ થતો હતો. તેના નવા પાઠ્યપુસ્તકોમાં મહાત્મા ગાંધી સાથે સંકળાયેલ ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ અને પ્રસંગોનો પણ કોઈ ઉલ્લેખ નથી. જોકે NCERTએ દાવો કર્યો કે, આ વર્ષના અભ્યાસક્રમમાં કોઈ ઘટાડો કરાયો નથી અને ગત વર્ષે જૂન મહિનામાં અભ્યાસક્રમને તર્કસંગત બનાવાયો હતો.
ભણવાનો ભાર અને પરીક્ષાનો તણાવ ઘટાડવાના પ્રયાસો : શિક્ષણ મંત્રાલય
શિક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) મુજબ નવા અભ્યાસક્રમની રૂપરેખા પર હજુ કામ ચાલી રહ્યું છે અને અપડેટ કરાયેલા અભ્યાસક્રમ મુજબ નવા પાઠ્યપુસ્તકો 2024ના શૈક્ષણિક સત્રથી જ રજૂ કરાશે... વર્તમાન સંસ્કરણ ફેરફારો બાદ એક સુધારેલા સંસ્કરણ છે. વર્તમાન પાઠ્યપુસ્તકો તર્કસંગત પાઠ્યપુસ્તકો છે.
https://ift.tt/ICDPesv from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/juUa8Rx
0 ટિપ્પણીઓ