મહારાષ્ટ્રમાં કોરોનાના 711 નવા કેસ, 24 કલાકમાં 4ને ભરખી ગયો, દિલ્હીમાં પોઝિટિવિટી રેટમાં મોટો ઉછાળો

image : Envato 


દેશભરમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. દિલ્હી ઉપરાંત મુંબઈ અને અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં 711 નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના મોત થયા છે.  જો દિલ્હીની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 521 નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 15.64 ટકા નોંધાયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 1 મોત થયું છે. 

પોઝિટિવિટી રેટમાં ઉછાળો 

દેશમાં કોરોનાના કેસમાં ભારે ઉછળો જોવા મળી રહ્યો છે,1 દિવસમાં 3,038 નવા કેસ નોંધાયા છે. પોઝિટિવિટી રેટમાં મોટો ઉછાળ જોવા મળી રહ્યો છે. દેશમાં હાલમાં કોરોનાના 21,000 થી વધુ એક્ટિવ કેસ છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાથી દેશમાં 9 લોકોના મોત થયા છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાએ પણ લોકોને ચેતીને રહેવા અપીલ કરી 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે, આપણે સતર્ક રહેવાની જરૂર છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હાલમાં દેશમાં ફેલાય રહેલા ઓમિક્રોનના સબ વેરિએન્ટના સંક્રમણની સંખ્યા વધી છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં વધારો નથી નોંધાયો.



https://ift.tt/TNWxC9A from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CefIakG

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ