વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના હૅગામી કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ માંગણીઓ સત્તાધીશો સમક્ષ કરવામાં આવી રહી છે.હંગામી કર્મચારીઓના સંગઠને આજે યુનિવર્સિટી કેમ્પસમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ પહેલા હંગામી કર્મચારીઓએ યુનિવર્સિટી રજિસ્ટ્રારને આવેદનપત્ર પણ આપ્યુ હતુ.સંગઠને કહ્યુ હતુ કે, ઓગસ્ટ-૨૦૨૨માં હંગામી કર્મચારીઓએ હડતાળ પાડી ત્યારે સત્તાધીશોએ માંગણીઓ પૂરી કરવા માટે બાહેંધરી આપી હતી પણ અત્યાર સુધી તેના પર સત્તાધીશોએ કાર્યવાહી કરી નથી.કર્મચારી સંગઠને માંગણી કરી હતી કે, હંગામી કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને સાથે સાથે આઉટસોર્સિંગથી કર્મચારીઓની નિમણૂંક નહીં કરવાની ખાતરી આપવામાં આવે. હંગામી કર્મચારીઓને સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે કાયમી કર્મચારી જેવુ જ પગાર ધોરણ આપવામાં આવે અને નિવૃત્ત થનારા હંગામી કર્મચારીઓને કાયદા અનુસાર નિવૃત્તિ પછીના લાભ આપવામાં આવે.
https://ift.tt/cpPbRLv
0 ટિપ્પણીઓ