કપડવંજના નીરામલી ગામેથી ડોડિયાપુરના રસ્તે નદી પર બ્રિજ બનાવવા માંગ


- ગ્રામજનોએ ખેતરોમાંથી સાત કિ.મી.ફરીને જવું પડે છે

- સ્કૂલના બાળકો સહિત બાવન ગામોના લોકોને ફાયદો થશે તેમજ સાબરકાંઠાને જોડતો રસ્તો મળશે

કપડવંજ : કપડવંજ તાલુકાના નીરમાલી ગામમાં  નદી પર પુલ મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ નિયત જગ્યાએથી લાલપુર ખાતે ખેતરોમાં જવા માટે પુલ રાજકીય વગના કારણે બનાવી દેતા નીરમાલી ગ્રામજનાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે . જેને લઇને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

 નીરમાલી ગામના ભૂતપૂર્વ સરપંચ ભલસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો નીરમાલી ડોડીયા પુર ને જોડતો બનાવવામાં આવે તો ગ્રામજનો ને ખુબ મોટી રાહત મળે તેમ છે, કેમકે નીરમાલીથી નદી પાર નીરમાલી પંચાયતના આશરે પચાસ મકાનો આવેલા છે.

 ઉપરાંત આ પુલ બનતા નીરમાલી આસપાસના બાવન ગામોને લાભ થાય તેમ છે ,ઉપરાંત નીરમાલીથી ડોડીયા પુર વચ્ચે નદી હોય શાળાના બાળકાને ચોમાસામાં નદીમાં પસાર થઈ શકતા નથી અને બાળકોના વાલીઓ ખુબ ચિંતામાં રહે છે. 

જો આ પુલ બને તો સાબરકાંઠા જિલ્લા સુધી જોડતો રસ્તો બની શકે , હાલમાં લાલપુર ખાતે જે પુલ બનાવ્યો છે તે પુલ ઉપર નીરમાલીના ગ્રામજનો માટે પુલ ઉપર જવા માટેનો રસ્તો જ નથી ગ્રામજનોને ખેતરોમાંથી પસાર થઈ લગભગ સાત કીમ દુર જવું પડે જ્યારે કેટલીક વખત ખેતર માલિકને રાહદારીઓ વચ્ચે ઝઘડાઓ પણ થતાં હોય છે. ઉપરાંત જો આ રોડ વહેલી તકે બનાવવામાં નહિ આવે તો ગ્રામજનો દ્વારા છેવટે આમરણાંત ઉપવાસ, સત્યાગ્રહ, તેમજ જરૂર પડે આત્મવિલોપન પણ કરીશું તેવી ઉગ્ર આક્રોશ સાથે ઉચ્ચારી હતી



https://ift.tt/HYXLe3c

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ