જરોદ તા.૯ વડોદરા - હાલોલ ટોલ રોડ ઉપર કોટંબી કામરોલ ગામનાં બસ સ્ટેન્ડ નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇકસવાર ત્રણ યુવાનોનાં કરૃણ મોત નિપજ્યાં હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ આજે સાંજના સમયે કામરોલ કોટંબી બસ સ્ટેન્ડ નજીક વડોદરાથી હાલોલ તરફ ટોલ રોડ ઉપર એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઇક સવાર જરોદ નજીકનાં અમરેશ્વરપુરા ગામના રોશન નટુભાઈ વસાવા, રવી નટુભાઈ વસાવા અને રાજેશ રજવતભાઈ નાયક નામના આશરે ૨૦ વર્ષની વયના યુવાનો રોડ પર પટકાતા ત્રણેને ગંભીર ઈજા થતાં સ્થળ ઉપર મોત નિપજ્યું હતુ.
આ અકસ્માતના બનાવની જાણ ટોલ રોડનાં અઘિકારી અને જરોદ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવી એકબાજુનો ટ્રાફિક બંધ કરાવી અક્સ્માતમાં મોત પામનાર યુવાનોને એમ્બ્યુલન્સમાં જરોદ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં પોલીસે અકસ્માતના વાહનો હટાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. અકસ્માતની જાણ અમરેશ્વરપુરા ગામમા થતાં ગામના લોકો મોટી સંખ્યામાં જરોદ ગામે દોડી આવ્યા હતા.
https://ift.tt/lBiSPj1
0 ટિપ્પણીઓ