વડોદરા,હાલમાં ઘરેલુ ગેસના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા પૂરો પાડવામાં આવતા એપીએમ (એડમિનિસ્ટર્ડ પ્રાઇસિંગ મિકેનિઝમ) અને નોન એપીએમ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવતા વડોદરા મ્યુનિ.કોર્પોરેશન અને ગેઇલ ગેસ લિમિટેડની બનેલી વડોદરા ગેસ લિમિટેડ કંપની દ્વારા પાઇપલાઇન ગેસના અને સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ચાર વખત ગેસના ભાવમાં વધારો કરાયા બાદ હવે ભાવ ઘટાડો કરતા મોંઘવારીનો માર સહન કરતા લોકોને થોડી રાહત થશે. પીએનજીના ભાવમાં પ્રતિ યુનિટ દોઢ રૃપિયા અને સીએનજીમાં પ્રતિ કિલો ૬.૧૦ નો ઘટાડો કર્યો છે.
હાલમાં આશરે ૨,૨૧,૦૦૦ રહેણાંક ઘરમાં પાઇપલાઇન દ્વારા પીએનજી(પાઇપ્લ નેચરલ ગેસ) તેમજ વિવિધ ગેસ સ્ટેશનોથી વાહનો માટે પ્રતિદિન સરેરાશ ૯૫૦૦૦ કિલો સીએનજી (કોમ્પ્રેસડ નેચરલ ગેસ) પૂરો પાડવામાં આવે છે. હાલમાં ઘરેલું ગેસ ના ભાવ માં કેન્દ્ર સરકારે એપીએમ અને નોન એપીએમસ ગેસના ભાવ ૮.૫૮ ડોલર થી ૬.૫૦ ડોલર એમ એમબીટીયુ (મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ) થતા ૨.૦૮ ડોલરના ઘટાડાને ધ્યાનમાં રાખી વડોદરા ગેસ લિમિટેડ યુનિટ દીઠ દોઢ રૃપિયાનો ઘટાડો કરતા ઘરગથ્થુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને રાહત થશે ગેસનો જે હાલનો ભાવ રૃપિયા ૪૮ (પ્રતિ યુનિટ ટેક્ષ વગર) છે તેના બદલે હવે નવો ભાવ રૃપિયા ૪૬.૫૦ (પ્રતિ યુનિટ ટેક્ષ વગર) છે તેના બદલે હવે નવો ભાવ રૃપિયા ૪૬.૫૦ (પ્રતિ યુનિટ ટેક્ષ વગર) થશે. સીએનજી ના ભાવમાં કિલો દીઠ રૃપિયા ૬.૧૦ (ટેક્ષ સાથે) ઘટાડો કરતા સીએનજી વાપરતા ગ્રાહકો હાલ પ્રતિ કિલો રૃપિયા ૭૯.૬૦ (ટેક્ષ સાથે) ચુકાવતા હતા તેના બદલે નવો ભાવ પ્રતિ કિલો રૃપિયા ૭૩.૫૦ (ટેક્ષ સાથે) થશે. નવો ભાવ તા.૮ થી લાગુ કરવામાં આવ્યો છે. હાલ માં આ નવા ભાવ ઘટાડા બાદ ગુજરાતની અન્ય ગેસ કંપનીઓના ભાવ જોઇએ તો ગુજરાત ગેસ લિમિટેડ- રૃપિયા ૪૬.૬૯ અને અદાણી ગેસ લિમિટેડ ૪૯.૫૦ (ટેક્સવિના) છે. જ્યારે વડોદરા ગેસ લિમિટેડનો ઘરેલુ ગેસનો ભાવ ઓછો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ૧ માર્ચ ૨૦૨૨ ના રોજ પ્રતિ યુનિટ ભાવ વધારો ૫.૨૫ કરાયો હતો. એ પછી ૧ એપ્રિલે ૭ રૃપિયા વધાર્યા હતા. ૧ જૂને ૩ રૃપિયા અને ૧૬ સપ્ટેમ્બરે પણ ૩ રૃપિયા વધાર્યા હતા. તા.૧૮ ઓક્ટોબરે વેટ ૧૫ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરતા પ્રતિ યુનિટ ૪.૨૦ નો ફાયદો થયો હતો. ચાલુ વર્ષે ૯ જાન્યુઆરીએ પ્રતિ યુનિટ ચાર રૃપિયાનો છેલ્લો વધારો કરાયો હતો.
https://ift.tt/jIWH0Pm
0 ટિપ્પણીઓ