સાંસદ પદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી પર નવી મુસીબત, વાયનાડ કાર્યાલયમાં ફોન અને ઈન્ટરનેટ કનેક્શન કટ

નવી દિલ્હી, તા.06 એપ્રિલ-2023, ગુરુવાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર સતત મુસીબત વધતી જઈ રહી છે. તાજેતરમાં તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું અને સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા હતા, જોકે હવે રાહુલ ગાંધીને સાંસદ તરીકે વાયનાડમાં અપાયેલા કાર્યાલયમાંથી ફોન અને ઈન્ટરનેટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે અને તે અંગે અગાઉ કોઈપણ માહિતી અપાઈ નથી....

ગુજરાતના સુરતની એક અદાલતે રાહુલ ગાંધી દ્વારા મોદી અટક પર કરાયેલા વિવાદીત નિવેદન અંગે 23મી માર્ચે 2019માં દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. બીજા જ દિવસે 24મી માર્ચે તેમને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીને સરકારી બંગલો પણ ખાલી કરવા આદેશ

લોકસભાના સભ્યપદેથી અયોગ્ય જાહેર કરાયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 22મી એપ્રિલ સુધીમાં તેમને ફાળવવામાં આવેલ સરકારી બંગલો ખાલી કરવા કહેવામાં આવ્યું છે. ગેરલાયક જાહેર કરાયેલા સભ્યએ સભ્યપદ ગુમાવ્યાના એક મહિનાની અંદર સત્તાવાર બંગલો ખાલી કરવાનો હોય છે... રાહુલને ગેરલાયક ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનની નકલ NDMCના ડાયરેક્ટોરેટ જનરલ ઑફ એસ્ટેટ સહિત વિવિધ વિભાગોને મોકલાઈ હતી.



https://ift.tt/eUpCTl3 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yzP0G6b

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ