એક ઈંચ પણ પાછા નહીં હટે... પ્રિયંકા અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ ગર્જ્યા નવજોત સિંહ સિદ્ધુ

નવી દિલ્હી, તા.06 એપ્રિલ-2023, ગુરુવાર

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ આજે પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત કરી હતી. તેમણે મુલાકાતની તસવીર પણ ટ્વીટ કરી છે. ઉપરાંત પંજાબ અને કોંગ્રેસના નેતાઓ પ્રત્યે તેમના સંકલ્પોનો ફરી સૂર રેલાવ્યો છે. તાજેતરમાં જેલમાંથી છૂટેલા સિદ્ધુએ તો ત્યાં સુધી કહ્યું કે, તેઓ એક ઇંચ પણ પાછળ નહીં હટે...

સિદ્ધુએ ટ્વિટ કરી રાહુલ-પ્રિયંકા સાથેની તસવી કરી શેર

સિદ્ધુએ તેમના ટ્વિટમાં કહ્યું કે, આજે નવી દિલ્હીમાં મેન્ટર અને મિત્ર રાહુલજી, માર્ગદર્શક પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી... તમે મને જેલમાં ધકેલી શકો છો, મને ડરાવી શકો છો, મારા તમામ નાણાંકીય એકાઉન્ટો બ્લોક કરી શકો છે, જોકે પંજાબ અને મારા નેતાઓ પ્રતિ મારી પ્રતિબદ્ધતા ઝુકશે પણ નહીં અને એક ઈંચ પાછળ પણ નહીં હટે...

તાજેતરમાં જ જેલમાંથી બહાર આવ્યા સિદ્ધુ

તાજેતરમાં જ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાંથી સજા પૂર્ણ કરી બહાર આવ્યા હતા. તેમને રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ એક વર્ષ પૂર્ણ થવાના લગભગ 48 દિવસ પહેલા જ તેમને મુક્ત કરવામાં આવ્યા છે. એવામાં તેમની સજા પૂર્ણ કરીને બહાર આવવાની ખુશીમાં જેલની બહાર તેમના સમર્થકોની ભીડ જોવા મળી હતી અને ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

જેલમાંથી બહાર આવી સિદ્ધુએ મૂસેવાલા પરિવારની કરી હતી મુલાકાત

પંજાબની જેલમાંથી મુક્ત થયા બાદ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ માનસામાં સિદ્ધુ મૂસેવાલાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. પટિયાલા સ્થિત તેમના નિવાસસ્થાનથી નીકળ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુ માનસા સિદ્ધુ મૂસેવાલાના ગામમાં પહોંચ્યા હતા. પાર્ટીના કેટલાક નેતાઓ પણ તેમની સાથે હતા. 

નવજોત સિંહ સિદ્ધુની સુરક્ષામાં કરાયો હતો ઘટાડો

જેલમાંથી બહાર આવ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુની કેન્દ્ર અને રાજ્ય સરકારે સુરક્ષામાં ઘટાડો કર્યો છે. તેમની સુરક્ષા Z+થી બદલીને Y+ કરવામાં આવી છે. ગયા વર્ષે જ્યારે તેઓ જેલમાં ગયા ત્યારે પણ તેમની પાસે Z+ સુરક્ષા હતી પરંતુ જ્યારે તેઓ લગભગ દસ મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ અંગે સિદ્ધુએ કહ્યું કે, મારી સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા જ તમે એક સિદ્ધુને માર્યો છે હવે બીજાને પણ મારી નાખો.

પંજાબની રાજનીતિમાં નવજોત સિદ્ધુ મોટું નામ

નવજોત સિંહ સિદ્ધુ પંજાબની રાજનીતિમાં મોટું નામ માનવામાં આવે છે. તેઓ હંમેશા લાઈમલાઈટમાં રહ્યા છે. બીજેપીમાં હતા ત્યારે પણ સિદ્ધુ હંમેશા હેડલાઈન્સમાં રહ્યા હતા અને હવે કોંગ્રેસમાં પણ તેમની ગણતરી દિગ્ગજ નેતા તરીકે થાય છે. સિદ્ધુએ પોતાને રાજકીય રીતે ખૂબ જ મજબૂત બનાવ્યા છે. ભાજપમાંથી ત્રણ વખત લોકસભાની ચૂંટણી લડ્યા બાદ પણ તેમણે કોંગ્રેસમાં જોરદાર એન્ટ્રી કરી હતી. 



https://ift.tt/TRnJy1v from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MKsr2IT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ