- મોદીની ગુલામ નબીએ ભારોભાર પ્રશંસા કરી
- વિપક્ષના નેતા તરીકે મેં તેઓને સીએએ હીજાબ વિવાદ અને આર્ટિકલ ૩૭૦ અંગે ખૂબ ઘેર્યા હતા પરંતુ બદલાની ભાવનાથી તેમણે કદી કામ નથી કર્યું
નવી દિલ્હી : કોંગ્રેસથી જુદા પડી પોતાનો નવો પક્ષ રચનાર ગુલામ નબી આઝાદે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારોભાર પ્રશંસા કરી છે. ૫૦ વર્ષથી વધુ સમય સુધી કોંગ્રેસી રહેલા ગુલાન નબી આઝાદે કહ્યું કે નરેન્દ્ર મોદીનો વ્યવહાર મહાન રાજનેતા જેવો છે.
એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેઓએ કહ્યું : 'હું મોદીને ક્રેડીટ આપવા માગું છું. મેં તેઓની સાતે જે કેં કર્યું પરંતુ તેવો સદભાવપૂર્વ રહ્યા છે. વિપક્ષના નેતા તરીકે સીએએ, હિજાબ વિવાદ અને આર્ટિકલ ૩૭૦ જેવા મુદ્દાઓ ઉપર મેં તેઓને ખૂબ ઘેર્યા હતા, પરંતુ પી.એમ. મોદીએ કદીએ બદલાની ભાવનાથી કામ નથી કર્યું. તેઓએ હંમેશાં એક રાજનેતા જેવું જ વર્તન રાખ્યું છે.
કોંગ્રેસના અસંતુષ્ટ જી-૨૩ નેતાઓ ભાજપનું મ્હોરૃં હોવાની વાત તેઓએ અત્યંત બેહૂદી જણાવતા કહ્યું હતું કે જો જી-૨૩ ભાજપના પ્રવક્તા તરીકે કામ કરે તો શું કોંગ્રેસ તેમને સાંસદ બનાવે ? શા માટે તેઓને સાંસદ મહામંત્રી અને અન્ય પદો ઉપર રખાયા છે ? હું એક એવો આદમી છું કે જેણે જુદા પડી પાર્ટી બનાવી છે. અન્ય લોકોનો આજે પણ ઠેરના ઠેર છે. જેઓ તેમ કહે છે, તેઓ દુર્ભાવપૂર્ણ છે.
જો કે તેઓ ભાજપની નજીક જઇ રહ્યા છે તેવા આક્ષેપોને તો તેમણે રદીયો આપ્યો હતો. તે સર્વવિદિત છે કે આઝાદે ગત વર્ષે કોંગ્રેસ સાથેનો ૫૦ વર્ષ જૂનો સંબંધ તોડી નાખ્યો હતો, અને પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેશીવ આઝાદ પાર્ટી રચી છે.
https://ift.tt/dgGkhqM from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TYXnyht
0 ટિપ્પણીઓ