- વધુ 9 મોત નોંધાતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,30,901
- છત્તીસગઢની ગર્લ્સ હોસ્ટેલમાં 19 વિદ્યાર્થિનીઓ સંક્રમિત ભારતમાં વધતા કેસો માટે ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ જવાબદાર
- હરિયાણા અને મહારાષ્ટ્રના સતારામાં જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત
નવી દિલ્હી : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૦૩૮ કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૨૧,૧૭૯ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
વધુ ૯ મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૯૦૧ થઇ ગયો છે. દિલ્હી અને પંજાબમાં બે-બે મોત, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં એક-એક મોત અને કેરળમાં અગાઉના બે મોત નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૭,૨૯,૨૮૪ થઇ ગઇ છે. કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૧,૭૭,૨૦૪ થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના ૨૨૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
દિલ્હીમાં એક દિવસમાં ૨૯૩ નવા કેસ સામે આવ્યા છે અને બે લોકોનાં મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૨૪૮ નવા કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું છે. હરિયાણામાં ભીડવાળી જગ્યાઓ પણ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પોઝીટિવ રેટ વધીને ૧૮ ટકાને પાર થઇ ગયું છે. છત્તીસગઢની ધમતરીની ગર્લ્સ હોસ્ટેલમાં ૧૯ વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત થઇ છે. ગઇકાલે કન્યા છાત્રાવાસ નગરીની ૧૧ વિદ્યાર્થિનીઓે એક સાથે કોરોના પોઝિટીવ મળી આવી હતી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાના વધતા કેસો માટે ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ એક્સબીબી.૧.૧૬ જવાબદાર છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કોરોના અને ઇન્ફલુએન્ઝાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારી અને અર્ધ સરકારી ઓફિસો, કોલેજો, બેેંકોમાં કામ કરતા કર્મચારીઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.
https://ift.tt/pTjLwgB from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jbqxUeH
0 ટિપ્પણીઓ