- હનુમાન જયંતિ પર્વને લઈ મહાઉત્સવ ઉજવાશે
- કાલે ગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે
બોટાદ જિલ્લા બરવાળા તાલુકાનું નાનકડુ ગામ સાળંગપુર કે જેમાં આજથી ૧૭૪ વર્ષ પહેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનાદી મુળ મૂર્તિ સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીએ સને ૧૯૦૫ના દિવસે હનુમાનજી મહારાજની સ્થાપના કરી અને જે દેવને આધિ-વ્યાધિ, ભૂતપ્રેત, વળગાડવાળા દુઃખીયાઓના દુર દૂર કરવાનું કામ સોંપ્યું અને દાદાએ તુરત જ લીધું. જેથી તેનું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી નામ રાખ્યું જ્યાં શ્રી હનુમાન જયંતી એવં કિંગ ઓફ સાળંગપુર દિવ્ય અનાવરણ તથા શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય દિવ્ય ઉદ્ધાટન મહોત્સવ એવં મ્યુઝિક લાઈવ કોન્સર્ટ લોકડાયરો, દાદાને અન્નકુટ વિગેરે અનેકવિધ કાર્ક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન તા. ૫-૬ એપ્રિલના રોજ કરવામાં આવેલ છે.
મહોત્સવ અંતર્ગત તા. ૫ને બુધવારનાં રોજ સાંજે ૪.૩૦ કલાકે ૫૪ ફુટ ઉંચી હનુમાનજીની મૂર્તિ કિંગ ઓફ સાળંગપુર દિવ્ય અનાવરણ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા ધામોધામથી પધારેલ સંતોના સાનિધ્યમાં કરવામાં આવશે. તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા હનુમાનજી મહારાજનું પુજન કરવામાં આવશે. રાત્રે ૯ કલાકે મ્યુઝિકલ લાઈવ કોન્સર્ટ એવં લોકડાયરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તા. ૬ને ગુરૂવારનાં રોજ સવારે ૭ કલાકે મંદિરના પરિસરમાં સમૂહ મારુતિ યજ્ઞા પુજન, દાદાનું ભવ્ય પ્રાતઃ પૂજન-આરતી દર્શન, અન્નકુટ દર્શન, હનુમાન જન્મોત્સવ, ગુજરાતનાં સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયનું આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા અમિતભાઈ શાહ (કેન્દ્રીય ગૃહમંત્રી)ના હસ્તે દિવ્ય ઉદ્ધાટન કરવામાં આવશે. સાળંગપુર ધામે અનેકવિધ કાર્યક્રમોના ભવ્યાતિભવ્ય દિવ્ય દર્શન આરતી અન્નકુટ દ્રશન કરવા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા હરિભક્તોને પરિવાર સાથે પધારવા જણાવાયું છે. આ સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ યુટયુબ ચેનલ પર કરવામાં આવશે.
https://ift.tt/TQEzLVf
0 ટિપ્પણીઓ