વડોદરાઃ શહેરના છાણી વિસ્તારની કેનાલમાં આજે વધુ એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
છાણીમાં શ્રીજી કેન સર્વિસ ખાતે રહેતો મૂળ બિહાર મધુબનના વતની પવનકુમાર રમણભાઇ રાય (૨૩) આજે છાણી કેનાલમાં નાહવા ગયો હતો તે દરમિયાન પગ લપસતાં ડૂબી ગયો હતો.
બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડ દ્વારા બોટ મારફતે શોધખોળ કરવામાં આવી હતી.યુવકનો મૃતદેહ મળતાં ફતેગંજ પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવા તજવીજ કરી છે.
https://ift.tt/KiQ2jq8
0 ટિપ્પણીઓ