ઉછીના રૃા.૫૦૦ આપવાનો ઇન્કાર કરતા ચાકુના ઘા મારતા શ્રમજીવી યુવક ગંભીર

અમદાવાદ,શુક્રવાર

ઠક્કરનગરમાં રહેતા યુવકને મધરાતે રોકીને ત્રણ શખ્સોએ તેની પાસે ઉછીના રૃા.૫૦૦ની માંગણી કરી હતી જો કે યુવકે રૃપિયા આપવાનો ઇન્કાર કરતા તેને આડેધડ ચાકુના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યારે આરોપીઓએ સમાધાનની વાત કરી હતી જો કે દવાખાનેથી રજા લઇને આવ્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શારદાબહેન હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી ત્યારે સમાધાનની વાત કરી રજા આપી તો આરોપીઓ નાસી ગયા

આ કેસની વિગત એવી છેે કે ઠક્કરનગર ચમક ચૂનાની બાજુમાં ભવાની ચોક પાસે વસંતનગરના છાપરામાં રહેતા અને રાયપુર દુકાનમાં નોકરી કરતા જયેશભાઇ રાજુભાઇ પરમાર (ઉ.વ.૨૦)એ  યુવકની નજીકમાં રહેતા સોનું પોપટભાઇ તથા કૃષ્ના અને પ્રકાશ હીરાભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા. ૨૮ના રોજ રાત્રે ૧૧.૩૦ વાગે પોતાના મકાનની બહાર ચાલતો જતો હતો.

આ સમયે ત્રણ શખ્સોએ આવીને તેને રોક્યો હતો અને ઉછીના રૃા. ૫૦૦ની માંગણી કરી હતી જો કે યુવકે રૃપિયા આપવાનો ઇન્કાર કરતાં આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલીને તકરાર કરી હતી  માર માર્યા બાદ  ચાકુથી હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુવકને સારવાર માટે સરસપુર શારદાબહેન હોેસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમયે આરોપીઓ ફોન કરીને યુવક સાથે સમાધાનની વાત કરતા હતા બાદમાં યુવક રજા લઇને ઘરે આવતાં આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.



https://ift.tt/vZ5dVrk

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ