- દિલ્હીમાં ભયાનક હોનારતમાં પરિવાર વિખરાયો
- અગરબત્તી ગાદલામાં પડતા દુર્ઘટના સર્જાઈ હતીઃ મરનારમાં દોઢ વર્ષના બાળકનો પણ સમાવેશ
નવી દિલ્હી : દિલ્હીમાં મચ્છર મારવાની અગરબત્તીને કારણે ભયંકર દુર્ઘટના ઘટી છે. અહીં, આવી અગરબત્તી સળગાવીને સૂતા પરિવારના ૬ સભ્યોના આગને કારણે મોત થયા છે અને ૨ ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં એક પરિવારના સભ્યો મચ્છર મારવાની અગરબત્તી સળગાવીને સૂતા હતાં. તે સમયે આ અગરબત્તી ગાદલામાં પડતા પૂરા રૂમમાં ઝેરી ધુમાડો ફેલાઈ ગયો હતો અને સૂઈ રહેલા પરિવારના ૬ વ્યકિતઓના મોત થયા હતાં. જ્યારે, ૨ વ્યકિતઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એક રિપોર્ટ મુજબ, દુર્ઘટનામાં સળગવાથી અને દમ ઘૂટવાથી જે મોત થયા છે, તેમાં ચાર પુરુષ, એક મહિલા અને એક દોઢ વર્ષના બાળકનો સમાવેશ થાય છે.
જ્યારે, આગને કારણે ગંભીર રૂપથી દાઝેલા બે વ્યકિતઓની સારવાર જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દાઝેલા વ્યકિતઓમાં એક ૧૫ વર્ષની છોકરી અને ૪૫ વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.
https://ift.tt/AH6aKS8 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RMm2Fjv
0 ટિપ્પણીઓ