add caption |
અમદાવાદ, તા. 1 એપ્રિલ 2023, શનિવાર
અમદાવાદના વટામણથી ધોલેરા રોડ પર વર્ષ 2010માં મોટી બોરુ ગામની સીમમાં રોડની અંદરની બાજુની ઝાડીમાં અજાણ્યા ઈસમના માથાનાં તેમજ છાતી ભાગ પર તિક્ષ્ણ હથિયારોના ઘા મારી મોત નીપજાવેલ. જે અંગે અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના કોઠ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર કેસ દાખલ કર્યો હતો. જેમાં આજદીન સુધી કોઈ આરોપી પકડાયો નહોતો. ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલીને 4 આરોપીઓ ઝડપી લીધા છે. જેમા આરોપીએ તેની પત્ની ઘર છોડી જતી રહેતા શંકાના આધારે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. ક્રાઈમ બ્રાંચે સુખદેવ સિંગ ઉર્ફે સુખા સોહલ, મોહમ્મદ ઉંમર ઉર્ફે ડોક્ટર કુરેશી ફિરોજ શેખ અને અબ્દુલ ગફાર કુરેશી એમ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
યુવતી ઘરમાંથી રોકડ અને દાગીના લઈ ભાગી હતી
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે, મૃતક બ્રિજેશ ઉર્ફે ટેલરે મધ્યસ્થી કરીને વર્ષ 2007માં સુખદેવસિંગના લગ્ન એક યુવતી સાથે કરાવ્યા હતા. જો કે, લગ્નના દોઢેક વર્ષ બાદ જમવાનું બનાવવાને લઈને સુખદેવને યુવતી સાથે થોડી બોલાચાલી થઈ હતી. જેના કારણે બીજે દિવસે યુવતી તેના દીકરાને લઈને ઘરમાંથી 25 તોલા દાગીના અને બે લાખ ૬૫ હજાર રૂપિયા રોકડા લઈને ભાગી ગઈ હતી.
વેગેનાર ગાડી એસજી હાઈવે પર ગુરુદ્વારા પાસેથી ચોરી કર્યા હોવાનું જાણવા મળ્યું
આ બાબતે તેણે મધ્યસ્થી બ્રિજેશને વાતચીત કરી તો બ્રિજેશે કહ્યુ કે 'હું શું કરું તે કંઈ જાણતો નથી' આવુ કહેતા તેના પર શંકા ગઈ હતી. તેથી સુખદેવે મોહમ્મદ ઉંમરને ફોન કરી બ્રિજેશને ડરાવવા ધમકાવવા માટે મોહમ્મદ ઉંમર બે આરોપીઓને લઈને વેગેનાર ગાડીમાં વડોદરા ખાતે પહોંચ્યો હતો. ત્યાં બ્રિજેશને ડરાવ્યો અને ધમકાવ્યો પણ હતો, પરંતુ તે માન્યો નહોતો. જેથી આરોપીઓએ બ્રિજેશના હાથ બાંધી મારુતિ વાનમાં બેસાડીને મોટી બોરુ ગામની સીમમાં લઈ ગયો હતો. જ્યાં સુખદેવે બ્રિજેશને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી ત્યાથી ગાડીમાં બેસીને ફરાર થઈ ગયા હતા. અને મારુતિ વાન પણ આરોપીઓએ એસજી હાઈવે પરના ગુરુદ્વારા પાસેથી ચોરી કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ચોરી કર્યા બાદ ગાડીની નંબર પ્લેટ પણ બદલી નાંખી હતી અને હત્યા બાદ આ ગાડી ભરૂચથી ઝઘડિયા જવાના રોડ પર ઝાડી વિસ્તારમાં બિનવારસી મૂકી હતી.
આરોપી પર અલગ અલગ વિસ્તારોમાં આઠ ગુના નોંધાયેલા છે
શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ કરતા સુખદેવસિંગ વિરુદ્ધમાં અગાઉ પણ મુંબઈ તેમજ ભરૂચ સહિત અલગ અલગ વિસ્તારોમાં આઠ ગુના દાખલ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં વર્ષ 2002ના ગોધરા કાંડના કેસમાં જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તોડફોડ, આગ લગાડવા અને લૂંટ કરવાના ગુનામાં પકડાયો હતો. અત્યારે પોલીસે આરોપીઓની વધુ તપાસ માટેની કાર્યવાહી શરૂ કરી છે.
https://ift.tt/KkHEJOZ
0 ટિપ્પણીઓ