બિહારના નાલંદા જિલ્લામાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. જિલ્લાના બિહારશરીફના પહારપુર પાસે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ ગોળીબાર શરૂ થયો હતો. જેમાં બંને જૂથો તરફથી 12 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં બે લોકોને ગોળી વાગી હતી, જેમાં એકનું મોત થયું છે. જે બાદ વિસ્તારમાં તણાવ વધુ ગંભીર બન્યો હતો.
પોલીસ અને પ્રશાસનની ટીમ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે
નાલંદા પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારનો ધરેલું જિલ્લો છે. ગઈકાલે પણ અહીં અશાંતિ, ફાયરિંગ, તોડફોડ અને આગચંપી થઈ હતી. જ્યાં આ ઘટનાઓ બની હતી ત્યાંથી લગભગ એક કિલોમીટર દૂર આવેલા પહરપુરમાં આજે હિંસા ફાટી નીકળી હતી. પોલીસ અને પ્રશાસનની ટીમ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
ઇન્ટરનેટ પર પ્રતિબંધ
ગઈકાલે ફાટી નીકળેલી હિંસા બાદ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. આ સાથે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. હવે બિહાર શરીફમાં હિંસા ફાટી નીકળ્યા બાદ આવતી કાલે ઈન્ટરનેટ સેવા ફરી બંધ રહેવાની શક્યતા છે.
https://ift.tt/Kfp5VY2 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XPa7nSJ
0 ટિપ્પણીઓ