'નોકરી માટે જમીન' કેસમાં CBI ના રાબડી દેવીનાં નિવાસસ્થાને દરોડા


- ગયા મહિને દિલ્હીની રાઉજ-એવેન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીને સમન્સો મોકલ્યા હતા

પટણા, નવી દિલ્હી : નોકરી માટે જમીનના કેસમાં સીબીઆઈની ટીમે લાલુ પ્રસાદ યાદવનાં પત્ની રાબડી દેવીનાં નિવાસ સ્થાને દરોડા પાડયા હતા અને તેઓની પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે વધુમાં તેમ પણ જાણવા મળ્યું છે કે, ધી ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)માં નોકરી સામે જમીન કેસમાં ભ્રષ્ટાચાર સંબંધે પણ તપાસ ચાલી છે.

ગયા મહિને દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે કહેવાતા નોકરી માટે જમીન ષડયંત્ર અંગે લાલુ પ્રસાદ યાદવ, તેમનાં પત્ની રાબડી અને પુત્રી મીસા ભારતીને આ કેસ સંબંધે સમન્સ પાઠવ્યા હતા.

સીબીઆઈએ ગત વર્ષના ઓકટોબરમાં ઉક્ત ત્રણે જણ તથા અન્ય ૧૩ જણા સામે ચાર્જશીટ દાખલ કર્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ ષડયંત્રમાં ઉક્ત ત્રણે જણા ઉપરાંત સેન્ટ્રલ રેલવેના તે સમયના જનરલ મેનેજર અને CPO ના નામ પણ છે.

આ ઘટનાથી માહીતગાર તેવી વ્યક્તિએ જણાવ્યું હતું કે બદલી કામદાર તરીકે પણ નોકરી માટે સામાન્ય ભાવ કરતાં ઓછા ભાવે અને બજાર ભાવ કરતાં તો ઘણા જ નીચા ભાવે જમીન ખરીદવાના દસ્તાવેજો મળી આવ્યા છે.



https://ift.tt/VTsqO28 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7kYPWjS

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ