રામનવમી, મહાવીર જયંતીના દિવસે સુરતના તમામ કતલખાના બંધ રહેશે


સુરત, તા. 26 માર્ચ 2023 રવિવાર

હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી સાથે આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર આવશે. તેની સાથે મહાવીર જયંતિ નો તહેવાર પણ આવી રહ્યો છે. આ દિવસે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવામાં આવશે.

આ અંગે સુરત મહાનગરપાલિકાએ એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે કે સ્થાયી સમિતિના ઠરાવ નં.૨૬૧, તા.૨૦ ૦૨ ૧૯૭૬ થી દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી અને મહાવીર જયંતીના દિવસે સુરત મહાનગરપાલિકાના તમામ કતલખાના બંધ રહેશે. આગામી તા.૩૦/૦૩/૨૦૨૩ને ગુરૂવારના રોજ ‘શ્રી રામનવમી’ અને તા.૦૪/૦૪/૨૦૨૩ને મંગળવારનાં રોજ ‘શ્રી મહાવીર જયંતિ’ છે આ દિવસે નિમિત્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સલાબતપુરા અને રાંદેર કતલખાના બંધ રહેશે. જેની મટન-બીફ વેચનાર તમામ લાયસન્સ હોલ્ડરોએ નોંધ લેવી.

સુરત મહાનગરપાલિકાની સુચનાનો ભંગ કરવા બદલ જે તે ઈસમો સામે ધી બી.પી.એમ.સી. અને બોમ્બે પોલીસ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.



https://ift.tt/NTycvjn from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HZ9PQpI

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ