જયપુર, ૭ ફેબુ્આરી,૨૦૨૩,મંગળવાર
દશેરાએ રાવણ દહન અને હોળીના દિવસે હોલીકા દહન થાય છે પરંતુ એક ગામ એવું છે જે રાવણ દહન અને હોળી સાથે જ ઉજવે છે. આ પરંપરા છેલ્લા ૫૦૦ વર્ષથી ચાલી આવે છે. આમ તો નવરાત્રીના પર્વ આસપાસ રામલીલાઓનું મંચન થતું હોય છે પરંતુ રાજસ્થાનના ગોંડા જનપદના પહાડપુર ગામની પરંપરા સાવ જૂદા જ પ્રકારની છે. આ ગામમાં હોળી આસપાસ રામલીલા ભજવાય છે,
હોળીના દિવસે રામલીલામાં રાવણના દહન સુધીનો એપિસોડ આવે છે ત્યાર પછી જ હોળી પર્વ ઉજવાય છે. વિશાળકાય તળાવ કાંઠે રામ ચબૂતરો બનાવવામાં આવ્યો છે. ગામનો લોકો તળાવ પાસે રાવણ દહન અને હોલીકા દહન માટે એકઠા થાય છે. . આ ગામની રામલીલાની ખાસિયત એ છે કે ૧૦ થી ૧૫ વર્ષના બાળકો જ મંચન કરે છે. રામાયણના કેટલાક પાત્રો તો એક જ પરીવારના માણસો પેઢીદર પેઢી નિભાવી રહયા છે.
એક જ પરીવારના માણસો દોઢસો વર્ષથી વાલીના પુત્ર અંગદનો રોલ કરે છે. એવી જ રીતે સુગ્રીવ અને હનુમાનના પાત્ર સાથે પણ ગામના પરીવારોનો વિશેષ લગાવ રહયો છે. હોળી પર્વ આવે એટલે બહારગામ રહેતા લોકો પણ ગામમાં આવે છે. ગામમાં રહેતા લોકો માટે એક મોટો અવસર છે. રાવણ દહન અને હોળી દહનની પરંપરા કેવી રીતે શરુ થઇ તે કોઇ જાણતું નથી
પરંતુ આ પરંપરાને ૩૦ વર્ષ પહેલા બદલવા પ્રયાસ થયો તો ગામ લોકોના માથે આફત આવી પડી હતી. ગામમાં અચાનક જ આગ લાગતા ૨૦૦ ઘર બળીને ખાખ થઇ ગયા હતા. આથી ફાગણ મહિનામાં હોળીની સાથે રામલીલા ભજવવાની પરંપરા તોડવાની કોઇ હિંમત કરતું નથી. હોળી પર્વના દિવસે રાવણ વધના પ્રસંગે આસપાસના લોકો મોટી સંખ્યામાં આવે છે. આથી હમીરપુર ગામમાં મેળો જામ્યો હોય તેવો માહોલ ઉભો થાય છે. સાંજે ૪ વાગ્યાથી મોડી રાત સુધી ઉત્સવનો માહોલ જામે છે. આમ રાવણ દહન અને હોલીકા દહન કરતું હોય તેવું ભારતનું એક માત્ર ગામ છે.
https://ift.tt/Lv90UMY from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zYaqJNR
0 ટિપ્પણીઓ