પ્રિયા દાસે 'મનુસ્મૃતિ' સળગાવી ચૂલામાં ફેંકી પછી તે ચુલા પર માંસ પકાવ્યું : સળગતા પુસ્તકથી સિગારેટ સળગાવી


- આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે

- મનુસ્મૃતિમાં લખ્યું છે કે કોઈ મહિલા મદીરા પાન કરે તો તેને અનેક પ્રકારે દંડ કરવા જોઈએ : આવા પુસ્તકનો તો વિરોધ થવો જ જોઈએ

પટણા : બિહારમાં રામચરિત માનસનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં 'મનુસ્મૃતિ' સળગાવવાનો મામલો સામે આવ્યો છે. ટ્વિટર ઉપર એક વિડીયો ઝડપભેર વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક તરૂણી 'મનુસ્મૃતિ'ના પુસ્તકને આગ લગાડી તેને માટીના ચૂલામાં નાખી દે છે પછી તે ચુલા ઉપર ચીકન પકાવે છે તે પછી તે સળગતાં પુસ્તકથી સિગારેટ સળગાવી તે ફૂંકે છે. આ તરૂણી બિહારનાં શેખપુરા ગામની રહેવાસી છે. તેનું નામ પ્રિયા દાસ છે.

આ વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો ત્યારે હડકંપ મચી ગયો હતો.

પ્રિયા દાસે તે ઘટના અંગે પત્રકારોને જણાવ્યું હતું કે, 'મનુસ્મૃતિ'માં લખ્યું છે કે જો કોઈ મહિલા મદિરાપાન કરે તો તેને અનેક પ્રકારે દંડ કરવો જોઈએ. આ સાથે તેમાં લખ્યું છે કે ન્યાય કરતાં પૂર્વે સંબંધિત લોકોની જ્ઞાાતિ પણ જાણવી જોઈએ.

પત્રકારો સાથેની વાતચીતમાં પ્રિયા દાસે કહ્યું હતું કે 'હું નોનવેજ ખાતી નથી, સિગારેટ પણ પીતી નથી. પરંતુ માત્ર વિરોધ દર્શાવવા માટે જ મેં આમ કર્યું છે.' ચીકન રાધ્યું છે, 'મનુસ્મૃતિ'ને સળગાવી દીધી છે. આ તો બસ શરૂઆત જ છે આવા પુસ્તકો તો અસ્તિત્વ હીન કરી દેવા જોઈએ. આ પુસ્તકનું કોઈપણ દ્રષ્ટિએ યોગ્ય નથી. પુસ્તકો લોકોનાં જ્ઞાાન માટે છે પરંતુ આ પુસ્તક તો ઉંચ-નીચ, ભેદભાવ અને લોકોમાં વિભાજન કરવાનું કામ કરે છે. આવા પુસ્તકનો તો વિરોધ કરવો જ જોઈએ.

ઉલ્લેખનીય છે કે પ્રિયાદાસ લાલુપ્રસાદની પાર્ટી આર.જે.ડી. સાથે સંકળાયેલી છે. પાર્ટીના મહિલા પ્રકોષ્ટમાં તે પ્રદેશ મંત્રી છે.



https://ift.tt/x5P2Z7a from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IK6k5nB

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ