રાજકોટમાં વ્યાજખોરીની વધુ ર ફરિયાદો
રેસકોર્સ નજીક ઘેનના ટીકડા ખાઈ લેનાર ઓટો બ્રોકરની ફરિયાદ પરથી 3 વ્યાજખોરો સામે ગુનો
રાજકોટ: કાલાવડ રોડ પરના શ્રીનાથ પાર્કમાં રહેતાં અને મોટી ટાંકી ચોક પાસે આવેલી રજકણ બિલ્ડીંગમાં બાલાજી એન્ટરપ્રાઇઝના નામે ડાયપરનો હાલસેલ વેપાર કરતા વિજયભાઈ ચંદુલાલ ઠકરાર (ઉ.વ.પ૦)એ રપ ટકા વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાતા પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં વિજયભાઈએ જણાવ્યું છે કે ર૦૧૮માં ધંધા માટે પાડોશમાં રહેતા મુકેશ કાનાભાઈ કેશવાલા પાસેથી રૂા.પ૦ હજાર રપ ટકા વ્યાજે લીધા હતા. પ્રથમ હપ્તો અને વ્યાજ કાપી રૂા.૩૪ હજાર આપ્યા હતા. જેનુ દર અઠવાડીયે રૂા.૩પ૦૦ એમ મળી કુલ ૧૪ મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું. ત્યારબાદ ધંધા માટે અને પિતા બિમાર પડતા વધુ રૂા.૪.પ૦ લાખ રપ ટકા વ્યાજે લઈ બદલામાં પાંચ કોરા ચેક આપ્યા હતા.
આ પછી અઠવાડીક હપ્તો નહીં ચુકવી શકતા મુકેશભાઈ અવારનવાર દુકાને આવી પઠાણી ઉઘરાણી કરતાં હતા. ગઈ તા.ર૩-૮-ર૦૧૮ના રોજ બે ભાઈઓ સાથે દુકાને હતા ત્યારે મુકેશભાઈએ આવી બેફામ ગાળો ભાંડી, ધાકધમકી આપી અને બળજબરીથી પ્રોમીસરી નોટ લખાવી લીધી હતી. બાદમાં મુદલ અને વ્યાજ સહિત રૂા.૧૦ લાખ ચૂકવી દીધા હતા છતાં મુકેશભાઈએ તેનો ચેક બેન્કમાં નાખી તે રીર્ટન કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો. એટલું જ નહીં અવારનવાર દુકાને આવી વધુ રૂા.૪ લાખની પઠાણી ઉઘરાણી કરે છે.
આ ઉપરાંત શ્રોફ રોડ પર રહેતા અશોકભાઈ સાથે અંગત મિત્રતાના દાવે ધંધા માટે રૂા.૭.પ૦ લાખ વ્યાજે લીધા હતા. તે વખતે અશોકભાઈએ કહ્યું કે હું સરકારી નોકરીયાત છું એટલે વહિવટ મારા મિત્ર બ્રિજેશ ચંપકભાઈ પોમલ (રહે. સદર બજાર) કરશે. આ પછી અશોકભાઈ દુકાને આવી વ્યાજના પૈસા લઈ જતા હતા. એટલું જ નહીં તેની પાસેથી ૪ કોરા ચેક લઈ લીધા હતા. ધંધો બરાબર નહીં ચાલતા અશોકભાઈને વ્યાજ નહીં ચૂકવી શકતા ગઈ તા.રર-૮-ર૦૧૮ના રોજ મિત્ર બ્રિજેશ સાથે દુકાને આવી બેફામ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં ધમકી આપી પ્રોમીસરી નોટ લખાવી લીધી હતી. આ પછી તેણે અશોકભાઈને રૂા.૯.૩૭ લાખ ચૂકવી દિધા હતા છતાં બ્રિજેશના નામથી ચેક બેન્કમાં નાંખી રીટર્ન કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો. હાલ પણ રૂા.૪ લાખની પઠાણી ઉઘરાણી કરે છે.
પોલીસે બે આરોપી અશોક રવજી બારૈયા (રહે. શ્રોફ રોડ) અને બ્રિજેશ ચંપકલાલ પોમલ (રહે. સદર બજાર, પરમાર ભુવન)ની ધરપકડ કરી હતી.
બીજા બનાવમાં બે દિવસ પહેલા રેસકોર્સ નજીક ઘેનના ટીકડા ખાઈ લેનાર સમીર નટવરલાલ તન્ના (ઉ.વ.૪ર, રહે. સિંધી કોલોની)ની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ત્રણ વ્યાજખોરો જયદિપસિંહ ચૌહાણ, ઉદયસિંહ ચૌહાણ અને દિગુભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
ફરિયાદમાં સમીરે જણાવ્યું કે તે ઓટા ેબ્રોકર તરીકે કામ કરે છે. મિત્ર ઉદયસિંહ અને તેના ભાઈ જયદિપસિંહ પાસેથી રૂા.૪ લાખ પ ટકા વ્યાજે લીધા હતા. જેના દર મહિને રૂા.ર૦ હજાર ચૂકવતો હતો. રૂા.બે થી અઢી લાખ ચૂકવી દીધા હતા. છેલ્લે તેણે બે ફોર વ્હીલર ગીરવે મુકી જયદિપસિંહ પાસેથી રૂા.૪.પ૦ લાખ પ ટકા વ્યાજે લીધા હતા. બાદમાં વધુ નાણાની જરૂર પડતા ઉદયસિંહ અને તેના ભાઈ દિગુભા પાસેથી રૂા.૩ લાખ વ્યાજે લીધા હતા. જેનું રોજનું ૩ હજાર વ્યાજ ચૂકવતો હતો.
હજુ રૂા.૭ લાખની મુડી આપવાની બાકી છે. ગઈ તા.પનાં રોજ ત્રણેય આરોપીઓએ તેના ઘર નીચે આવેલી ઓફીસે આવી, મારકુટ કરી, પઠાણી ઉઘરાણી કરી હતી. એટલું જ નહીં જે કાર વેચી છે તે પરત લઈ આવી પોતાને આપી દેવાનું કહ્યું હતું. તેની પત્ની ધર્મિષ્ઠાબેનને પણ બેફામ ગાળો ભાંડી, ઓફીસ બહાર કાઢી મુકી હતી. ત્રણેય આરોપીઓ જતા રહ્યા બાદ ચિંતામાં તેણે ઘરેથી નીકળી રેસકોર્સમાં ફૂટપાથ પર ઘેનના ટીકડા ખાઈ લીધા હતા. પ્ર.નગર પોલીસે મનીલેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
https://ift.tt/2kdh3GO
0 ટિપ્પણીઓ