અમદાવાદ,રવિવાર
આઇઆઇએમમાં ફરજ બજાવતી મહિલાએ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે પતિ અને સાસરિયાઓ પર રૂપિયા ત્રણ લાખના દહેજની માંગણીનો આક્ષેપ કરવાની સાથે ફરિયાદમા જણાવ્યું છે કે તેના નણંદોએ તેને મેણા માર્યા હતા કે તેને કોઇ સંતાન નથી અને તે અપશુકનિયાળ છે. જેમાં એકવાર તો તેને ઘરેથી જ કાઢી મુકી હતી. આ અગે સોલા હાઇકોર્ટ પોલીસે તપાસ શરૂ કરી છે. ગોતા એસ.જી હાઇવે પર આવેલા સીલ્વર ગાર્ડનીયામાં રહેતી મહીમાં તિવારી આઇઆઇએમ ખાતે કોન્ટ્રાક્ટથી કામ કરે છે.તેના લગ્ન ૨૦૧૬માં રાજસ્થાન અજમેર ખાતે રહેતા પવન તિવારી સાથે થયા હતા. જે બાદ તે સાસરીમાં અજમેર રહેવા માટે ગયા હતા. જ્યાં તેમની ત્રણ નણંદો દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હતો. આ દરમિયાન વર્ષ ૨૦૧૭માં તે અને પવન અમદાવાદ ખાત સીલ્વર ગાર્ડનીયામાં રહેવા માટે આવ્યા હતા અને અનેકવાર ઘરના સામાજીક પ્રસંગે મળે ત્યારે નણંદો ઘુંઘટ ઓઢવાનું કહીને માર મારતા હતા અને તેના દાગીના પણ લઇ લીધા હતા. એકવાર મહીમાને મેણું માર્યું હતું કે તું અમારા ઘરમાં અપશુકનિયાળ છે અને તને કોઇ સંતાન થતું નથી. બાદમાં ઘરની બહાર પણ કાઢી મુકી હતી અને કલાકો બાદ ઘરમાં પરત આવવા દીધી હતી. જો કે ત્યારબાદ ત્રાસ વધતો ગયો હતો અને પતિએ તેને ઘર ખાલી કરીને બીજે જતા રહેવા માટે કહ્યું હતું. તે સમયે અભયમ હેલ્પલાઇનના સ્ટાફે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તેમ છંતાય, સાસરિયાઓનો ત્રાસ યથાવત રહેતા તેણે આ અંગે પોલીસની દાદ માંગી હતી.
https://ift.tt/yOiufH0
0 ટિપ્પણીઓ