20 માર્ચે ભારત આવશે જાપાનના PM, આ મુદ્દાઓ થશે PM મોદી સાથે વાત

નવી દિલ્હી, તા.10 માર્ચ-2023, શુક્રવાર

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા 20 અને 21 માર્ચે ભારતની સત્તાવાર મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ વાતચીત કરશે. ટોક્યો અને નવી દિલ્હીમાં યોજાનાર G7 અને G20ની અધ્યક્ષતા અંગે પોતાની પ્રાથમિકતાઓ અંગે પણ ચર્ચા થશે. રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે બંને વડાપ્રધાનો વચ્ચેની આ વાતચીતને ઘણી મહત્વપૂર્ણ મનાય છે. આ વાતચીત દરમિયાન ચીનને ઘેરવા માટે એક વ્યૂહાત્મક ચર્ચા થવાની પણ અટકળો ચાલી રહી છે. ઉપરાંત બંને નેતાઓ પરસ્પર હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.

મળતી માહિતી મુજબ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાત ઘણી મહત્વની છે. આ મુલાકાત પર દરેકની નજર રહેશે. જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાત 19 માર્ચથી શરૂ થશે, જેમાં તેઓ 3 દિવસ ભારતમાં રહેશે. એક સરકારી સૂત્રએ શુક્રવારે જણાવ્યું કે, આ વર્ષે જાપાનની અધ્યક્ષા હેઠળ ટોક્યોમાં G7 યોજાશે, તો ભારતની અધ્યક્ષતા હેઠળ નવી દિલ્હીમાં G20ની બેઠક યોજાશે.



https://ift.tt/K1luvwX from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/s0p2zhN

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ