અમદાવાદ,શુક્રવાર
શહેરના ઇસનપુરમાં રહેતી એક મહિલાએ તેની બે સગી બહેનો વિરૂદ્વ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જમાં તેણે આક્ષેપ કર્યો હતો તેની માતા-પિતાના મૃત્યુ બાદ બહેનોએ પિતાની મિલકતના ચાર બહેનો વચ્ચે સરખા હિસ્સો પાડવાને બદલે બનાવટી દસ્તાવેજને આધારે રૂપિયા ૫૪ લાખના શેરના નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને બંને બહેનોએ સરખા ભાગે નાણાંની વહેચણી કરી લીધી હતી.ઇસનપુર રાજેશ્વરી કોલોનીમાં રહેતા સોનલબેન પટેલે ઇસનપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે તેમના પિતાની ચાર પુત્રીઓ પૈકીની એક છે. જ્યારે સૌથી મોટી બહેન માયાબેન છે જે તેમની અન્ય બહેન રૂપલ મોઢ સાથે સિદ્વપુર રહે છે. અને પારૂલ નામની બેન મહેસાણા ખતે તેની સાસરીમાં રહે છે.માર્ચ -૨૦૨૧માં પિતા રસીકભાઇનુ અવસાન થયું હતું. જે બાદ એપ્રિલ-૨૦૨૧માં માતા કાંતાબેનનું અવસાન થયું હતું. તેમના અવસાન બાદ પિતાની સ્થાવર અને જંગમ મિલકતો હતી. જેની વહેચણી ચાર બહેનો વચ્ચે થઇ નહોતી. જેથી સોનલે ભાગ મેળવવા માટે દાવા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેના આધારે આ કેસમાં બહેનોને મિલકત વહેંચણી નહી કરવાની સામે કોર્ટે મનાઇ હુકમ કર્યો હતો. તેમ છંતાય, રૂપલ અને પારૂલે પિતાની મિલકતોનો સરખો ભાગ ન પાડવો પડે તે માટે રૂપલ અને પારૂલે પિતાના અવસાન બનાવટી સહી કરીને તેના આઘારે ડીમેટ એકાઉન્ટમાંથી રૂપિયા ૫૪ લાખ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ં બંનેએ સરખા ભાગે વહેંચી દીધા હતા. જેથી આ અંગે સોનલબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
https://ift.tt/wZUvtEF
0 ટિપ્પણીઓ