સરકારી કર્મચારીઓની રમૂજ અમને પગાર, ભઠ્ઠા ટૂકડે ટૂકડે આપે અને જંત્રીમાં ડબલ વધારો!

વડોદરા, તા.7 રાજ્ય સરકાર દ્વારા જંત્રી ડબલ કરી દેતાં તેની અસર દરેક વર્ગના લોકોને પડી રહી છે. સરકારી કર્મચારીઓમાં જંત્રીના દરમાં વધારાની અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. સરકારી કર્મચારીઓ જંત્રીના ભાવને પોતાના પગાર વધારાની સાથે પણ સરખાવી રહ્યા છે.

સરકારી કર્મચારીઓ પોતાને મળતા પગાર તેમજ ભથ્થા અંગે હંમેશા સરકાર સામે લડતા હોય છે. સરકારમાં અનેક રજૂઆતો તેમજ આંદોલન બાદ સરકાર માંગણી સ્વીકારતી હોય છે. ભઠ્ઠા અથવા પગાર વધારાની માંગણી ટૂકડે ટૂકડે આપે છે. ચાર ટકા અથવા છ ટકા જેટલો વધારો અને વધારેમાં વધારે દસ ટકા વધારો કરાય છે. આ વધારાની સાથે કર્મચારીઓ જંત્રીના દરને સરખાવે છે અને એવી ચર્ચા કરવા લાગ્યા છે કે અમને વધારો ચારથી દસ ટકાની વચ્ચે મળતો  હોય છે જ્યારે જંત્રીના દરમાં એક સાથે જ ૧૦૦ ટકા વધારો ઝીકી દીધો છે.

ઉલ્લેખનીય છે કે જંત્રીના દરમાં વધારાથી સૌથી વધુ અસર મધ્યમવર્ગને પડી છે તેઓ મકાન ખરીદવા માટેની રકમ માંડ માંડ એકઠી કરતા હોય છે અને દસ્તાવેજ નોંધણીનો ભાર તો ખરો જ અને હવે જંત્રીના દર બમણા કરી દેતાં પ્રોપર્ટીના ભાવો તો વધશે જ પરંતુ દસ્તાવેજ નોંધણી માટેના દરો પણ વધી ગયા છે.





https://ift.tt/IQZro3H

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ