વડોદરાઃ વાઘોડિયાના શંકરપુરા ગામે એક કારમાં આગ લાગતાં ચાલકનો બચાવ થયો હતો.ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું.
શંકરપુરાના સરપંચ મહેશભાઇએ ફાયર બ્રિગેડને કારમાં આગ લાગી હોવાનો મેસેજ મોકલતાં ટીમ રવાના થઇ હતી.કારમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે.
જો કે આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં આખી કાર ખાક થઇ ગઇ હતી અને દૂરદૂર સુધી ધૂમાડાના ગોટા છવાયા હતા.કારમાંથી ધુમાડા નીકળતાં ચાલક બહાર નીકળી ગયા હતા.જેથી તેમનો બચાવ થયો હતો.
https://ift.tt/hAqWzbK
0 ટિપ્પણીઓ