વડોદરાઃ વાઘોડિયારોડ વિસ્તારની રૃ.૧૦૦ કરોડની કિંમત ધરાવતી સરકારી જમીન બોગસ દસ્તાવેજોને આધારે પડાવી લેવાના ચકચારી કૌભાંડમાં કોર્પોરેશનના એક અધિકારી સહિત વધુ ત્રણની ધરપકડ થતાં આ કાંડમાં પકડાયેલાઓની સંખ્યા છ ઉપર પહોંચી છે.
ડીમાર્ટ પાછળની અંદાજે દોઢ લાખ ફૂટથી વધુ ક્ષેત્રફળ ધરાવતી સરકારી જમીન માટે કોર્પોરેશનના ટીપી સ્કીમ માટેના બોગસ તૈયાર કરાયેલા ફાઇનલ ફોર્મ (એફ ફોર્મ)ને આધારે સિટી સર્વે કચેરીએ એન્ટ્રી પાડી આખી જમીન મહીજીભાઇ રાઠોડના નામે કરી દેવાના કૌભાંડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પ્રકરણમાં અગાઉ ક્રાઇમ બ્રાન્ચના એસીપી એચ એ રાઠોડે મુખ્ય સૂત્રધાર સંજયસિંહ પરમાર, તેની પત્ની લક્ષ્મી અને ગણોતિયા તરીકે જેનું નામ દાખલ કરાયું હતું તેના વારસદાર શાંતા ઉર્ફે ગજરા રાઠોડની ધરપકડ કરી હતી.જ્યારે હવે કોર્પોરેશનના એક અધિકારી સહિત ત્રણ કર્મચારીની ધરપકડ કરાતાં સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સિટી સર્વે કચેરીમાં સમગ્ર જમીન કોર્પોરેશનના એફ ફોર્મને આધારે ખાનગી વ્યક્તિને નામે કરી દેવામાં આવી હોવાની વિગતોને પગલે તપાસ અધિકારીએ આજે એફ ફોર્મ તૈયાર કરનાર કાર્પોરેશનના ડેપ્યુટી ટીડીઓ સોહમ નાનુભાઇ પટેલ,ડ્રાફ્ટમેન શનુ કાન્તિભાઇ તડવી અને જુનિયર ક્લાર્ક નિર્મળ નટવરભાઇ કંથારિયાની ધરપકડ કરી છે.
એફ ફોર્મ એટલે ૭-૧૨ના ઉતારા જેવો દાખલો
સિટી સર્વે કહે છે F ફોર્મ પરથી એન્ટ્રી પાડવાનું માન્ય છે
સિટી સર્વેની વાત માન્યામાં આવે તેમ નથી,૧૦૦ કરોડની જમીનમાં માત્ર એફ ફોર્મને આધાર કેવી રીતે બનાવ્યું
૧૦૦ કરોડની કિંમતની સરકારી જમીન માત્ર કોર્પોરેશનના એફ ફોર્મને આધારે ટ્રાન્સફર કરી દેવામાં આવી હોવાની સિટી સર્વે વિભાગની દલીલ ગળે ઉતરે તેમ નથી.જેથી પોલીસ તે મુદ્દે પણ ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કોર્પોરેશનનું ફાઇનલ ફોર્મ(એફ ફોર્મ) જમીનના ૭-૧૨ના ઉતારા જેવું ગણી શકાય છે.જેથી આ ફોર્મને આધાર બનાવીને સિટી સર્વે વિભાગે સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે ચડાવી દીધી હતી.
સિટી સર્વે વિભાગ દ્વારા એફ ફોર્મના આધારે પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી પાડવંુ માન્ય છે તેવી દલીલ કરવામાં આવી રહી છે.જેથી કોઇ સામાન્ય જમીનના કેસમાં આ દલીલ કદાચ સ્વીકારી શકાય.પરંતુ ૧૦૦ કરોડ જેટલી વિશાળ જમીન એક ફોર્મને આધારે ખાનગી વ્યક્તિને નામે કરી દેવાની દલીલ ગળે ઉતરે તેમ નથી.એસીપી એ કહ્યું હતું કે,અમે સિટી સર્વેમાં પણ તપાસ કરી રહ્યા છીએ.ગુનાઇત કૃત્યવાળા કોઇને છોડાશે નહીં.
F- ફોર્મ તૈયાર કરવામાં કોની શું ભૂમિકા
100 કરોડની જમીન પડાવી લેવા માટે કોર્પોરેશનનું એફ ફોર્મ તૈયાર કરવામાં કોની શું ભૂમિકા હતી તેની વિગતો આ મુજબ છે.
અધિકારીનું નામ હોદ્દો ભૂમિકા
સોહમ નાનુભાઇ પટેલ ડે ટીડીઓ ફોર્મ ઇસ્યુ કરનાર ઓથોરિટી
નિર્મળ નટવરલાલ કંથારિય જુ.ક્લાર્ક ફોર્મ તૈયાર કરનાર
શનુ કાન્તિભાઇલ તડવી ડ્રાફ્ટમેન ફોર્મ ચેક કરનાર
https://ift.tt/zI2CiJO
0 ટિપ્પણીઓ