- યુએસમાં પેઢીમાં એકાદ વખત જોવા મળતી ઘટના : વૈજ્ઞાનિકો
- માઉન્ટ વોશિંગ્ટન ઓબ્ઝર્વેટરીમાં તાપમાન મંગળ ગ્રહના સ્તરે પહોંચ્યું : પવન પ્રતિ કલાક 100 કિ.મી.ની ઝડપે ફૂંકાયો
વોર્સેસ્ટર : અમેરિકાના ન્યૂ હેમ્પશાયરના માઉન્ટ વોશિંગ્ટન સહિત સંપૂર્ણ ક્ષેત્રમાં ધ્રુવીય ચક્રવાતના કારણે તાપમાન અત્યંત જોખમીરૂપે નીચા સ્તરે ગગડી ગયું છે. ઉત્તર-પૂર્વીય રાજ્યો ન્યૂયોર્ક, મેસાચ્યુસેટ્સ, કનેટિકટ, રોડઆઈલેન્ડ, ન્યૂ હેમ્પશાયર, વર્મોન્ટ અને મઈનમાં રહેતા અંદાજે ૧.૬ કરોડ લોકો માટે અત્યંત કાતિલ ઠંડા પવનોની ચેતવણી અપાઈ છે, જેના કારણે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં કેટલીક જગ્યાએ તાપમાન માઈનસ ૭૮ ડિગ્રી સુધી ગગડી ગયું છે. આ ઠંડા પવનોના કારણે સામાન્ય જનજીવન જોખમમાં મુકાઈ ગયું છે.
અમેરિકાના ઉત્તર-પૂર્વમાં ધ્રુવીય ચક્રવાત (પોલર વર્ટેક્સ)ના કારણે ન્યૂ હેમ્પશાયરના વ્હાઈટ માઉન્ટેન્સમાં માઉન્ટ વોશિંગ્ટન ઓબ્ઝર્વેટરીમાં તાપમાન વિક્રમી નીચા સ્તરે પહોંચ્યું હતું. આ ઓબ્ઝર્વેટરી ઉત્તર-પૂર્વમાં સમુદ્રની સપાટીથી ૬,૨૮૮ ફૂટની ઊંચાઈએ સૌથી ઊંચા શીખર પર સ્થિત છે અને અહીં દુનિયામાં સૌથી ખરાબ હવામાન જોવા મળે છે. અહીં શનિવારે સવારે સૌથી કાતિલ ઠંડા પવનો ફુંકાયા હતા અને તાપમાન માઈનસ ૭૮ ડિગ્રી સુધી ગગડી ગયું હતું અને પવન પ્રતિ કલાક ૧૦૦ કિ.મી.ની ઝડપે ફુંકાયો હતો.
એનડબલ્યુએસના હવામાન વિજ્ઞાની બ્રાયન હર્લેએ કહ્યું કે દિવસ દરમિયાન ઠંડી, તોફાનની સ્થિતિ રહી હતી. કેટલાક અહેવાલો મુજબ અહીં તાપમાન મંગળ જેટલું ઠંડુ નોંધાયું હતું, જ્યાં તાપમાન માઈનસ ૮૧ ડિગ્રી નોંધાતું હોય છે.
અમેરિકાની નેશનલ વેધર સર્વિસ (એનડબલ્યુએસ)એ કહ્યું કે, આ ડીપ ફ્રિઝ વાતાવરણ અપેક્ષાકૃત ઓછા સમય સુધી રહેશે, પરંતુ શરીરને સુન્ન કરી દેતી ઠંડી હવાઓથી શનિવારે આ વિસ્તારોમાં જીવન જોખમમાં મુકાઈ ગયું છે. ન્યૂ ઈંગ્લેન્ડમાં મેસાચ્યુસેટ્સના બે સૌથી મોટા શહેરો વોસ્ટન અને વોર્સેસ્ટરમાં સ્કૂલો શુક્રવારે બંધ કરી દેવાઈ હતી.
બોસ્ટનના મેયર મિશેલ વૂએ રવિવારે ઈમર્જન્સી સ્થિતિ જાહેર કરી હતી અને શહેરના ૬.૫૦ લાખથી વધુ રહેવાસીઓની મદદ કરવા માટે વોર્મિંગ કેન્દ્રો ખોલ્યા હતા. તિવ્ર ઠંડીના કારણે ૧૭૭૩ની ઐતિહાસિક બોસ્ટન ટી પાર્ટીની યાદમાં બનાવાયેલું તરત મ્યુઝિયમ બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી. એનડબલ્યુએસે ચેતવણી આપી હતી કે અત્યારે ઠંડા પવનો સાથે જોવા મળી રહેલું અત્યંત નીચું તાપમાન પેઢીમાં એકાદ વખત જોવા મળે છે. કડકડતી ઠંડીએ તરતુ સંગ્રહાલય બંધ કરી દેવા તંત્રને ફરજ પાડી હતી.
હવામાનની આગાહી કરનારા બોબ ઓરેવેકે કહ્યું કે, શુક્રવારની શરૂઆતમાં પૂર્વી કેનેડાથી લઈને યુએસએ સુધી વહેતા આર્કટિકના ઠંડા પવનો અમેરિકન મેદાનો પર કેન્દ્રીત હતા. કાબેતોગામા, મિનેસોટા, ઓન્ટારિયો સરહદે બપોરે ૧.૦૦ વાગ્યે તાપમાન માઈનસ ૩૯.૫ સે. ડિગ્રી હતું. હવામાન વિજ્ઞાની બ્રાયન હર્લેએ કહ્યું કે, વોર્સેસ્ટર અને બોસ્ટનમાં નોંધાયેલા તાપમાને ૧૮૮૬નો વિક્રમ તોડયો હતો.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SiArhqw https://ift.tt/IGKnaRb
0 ટિપ્પણીઓ