- કોલેજિયમ મુદ્દે સુપ્રીમ-કેન્દ્રની ખેંચતાણ
- ઉચ્ચપદ પર બીરાજમાને વિચારવું જોઇએ કે તેઓ જે બોલશે તેની દેશ પર શું અસર થશે : કાયદા મંત્રીની સલાહ
પ્રયાગરાજ : કોલેજિયમને લઇને સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ખેંચતાણની પરિસ્થિતિ છે ત્યારે હવે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ ફરી એક નિવેદન આપીને વિવાદ સર્જ્યો છે. તેમણે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ અમને ચેતવણી ના આપી શકે. જનતા જ અમારી માલિક છે.
કેન્દ્રીય મંત્રીએ શનિવારે કહ્યું કે મે એક રિપોર્ટ જોઇ જેમાં સુપ્રીમ કોર્ટ ચેતવણી આપી રહી હોવાનું વાંચ્યુ, જનતા આ દેશની માલિક છે, અને અમે તેના સેવક છીએ. આપણે બધા જ અહીંયા સેવા માટે છીએ. અમારુ માર્ગદર્શક બંધારણ છે. બંધારણનું માર્ગદર્શન અને જનતાની ઇચ્છા મુજબ દેશનું શાસન ચાલશે. કોઇ પણ અન્ય કોઇને કોઇ પણ પ્રકારની ચેતવણી ના આપી શકે. કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઇલાહાબાદ હાઇકોર્ટના બાર એસોસિએશનના સમારોહમાં આ નિવેદન આપ્યું હતું. રિજિજૂએ વધુમાં કહ્યું હતું કે દેશનો માલિક આ દેશની જનતા છે.
આપણે બધા જ જનતાના સેવક છીએ. લોકશાહીમાં દરેકને પોતાની વાત કરવાનો અધિકાર છે. પણ જવાબદારી ભર્યા પદ પર બેઠેલા કેટલાક લોકોએ કઇ બોલતા પહેલા વિચારવું જોઇએ કે તેના આ નિવેદનથી દેશને ફાયદો થશે કે નુકસાન.
https://ift.tt/Xi70qvy from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yuBDUiV
0 ટિપ્પણીઓ