વડોદરા,પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા આઠ દિવસથી ઘરેથી જતો રહ્યો છે.બે દિવસ સુધી પરિવારે તપાસ કરવા છતાંય તેનો કોઇ પત્તો નહી લાગતા છેવટે બાપોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.પરંતુ,હજીસુધી તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.બાપોદ પોલસની તપાસથી નારાજ પરિવારજનો આજે પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા ગયા હતા.
બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા કમલેશભાઇ વસાવા છેલ્લા ૧૦ વર્ષથી વડોદરા પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં નોકરી કરે છે.ગત તા.૩૦ મી એ રાતે સાડા બાર વાગ્યે હું નીચે જઇને આવું છું.તેવું કહીને ઘરેથી નીચે ઉતર્યા પછી તેઓ બાઇક લઇને ગયા હતા.ત્યારબાદ તેઓ ઘરે પરત નહીં આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.પરંતુ,કમલેશભાઇનો પત્તો નહીં લાગતા છેવટે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણ કરી હતી.સાત દિવસ સુધી પણ બાપોદ પોલીસ કમલેશ વસાવાને શોધી નહીં શકતા ચિંતાતુર પરિવારજનો આજે પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા.
બાપોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.સી.એમ.પારેખે ગૂમ થયેલા પોલીસ જવાન કમલેશ વસાવાની તપાસ હાથ ધરી હતી.પરંતુ,કોઇ પત્તો મળ્યો નથી.ઘરેલુ કંકાસ,નોકરીનો તણાવ જેવી વિવિધ શક્યતાઓના આધારે પોલીસે ગૂમ પોલીસ જવાનની તપાસ શરૃ કરી છે.
પોલીસ જવાનની બાઇકનો પણ હજી પત્તો નથી
વડોદરા,પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવા ઘરેથી નીકળતા પહેલા મોબાઇલ ફોન ઘરે મૂકીને જ ગયા હતા.જે બાઇક લઇને તેઓ ઘરેથી નીકળ્યા હતા.તે બાઇક પણ પોલીસને હજી મળી નથી.ઘરેથી નીકળ્યા પછી કમલેશ વસાવા કયા રસ્તે ગયા હતા.તેની જાણકારી મેળવવા માટે પોલીસે રોડ પર ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.
અગાઉ પણ બે વખત ઘરેથી જતેા રહ્યો હતો
વડોદરા,પોલીસ જવાન કમલેશ વસાવા ગૂમ થયા હોવાના બનાવની તપાસ કરતા પી.એસ.આઇ.એ જણાવ્યું હતું કે,પોલીસ જવાન અગાઉ પણ બે થી ત્રણ વખત ઘરેથી કોઇને કહ્યા વિના ઉજ્જૈન અને દમણ ફરવા નીકળી ગયા હતા.
https://ift.tt/g5O0LZV
0 ટિપ્પણીઓ