(File photo)અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન પહેલા અચાનક ૧લી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૩૨ કિલોમીટર લાંબો રોડ શો યોજવાનું નક્કી થતા પોલીસ તંત્રની સાથે મનપા સહિતના વિભાગોમાં દોડધામ મચી ગઇ હતી.
જો કે ગૃહવિભાગના અધિકારીઓએ ડીજીપી, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને પોલીસ બંદોબસ્તથી માંડીને રૂટ પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો. જે મુજબ અમદાવાદ પોલીસના ૧૦ હજારથી વધુનો પોલીસ સ્ટાફ રોડ શોના રૂટ ઉપરાંત, શહેરના વિવિધ વિસ્તારોમાં તૈનાત રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમદાવાદની તમામ વિધાનસભાને આવરી લેતા મેગા રોડ શો અનુસંધાનમાં અમદાવાદ શહેર પોલીસે અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંકલન કરીને બંદોબસ્ત ગોઠવ્યો છે, જેમાં નરોડાથી ચાંદખેડા સુધીના રૂટ પર રોડ શો શરૂ થવાના બે કલાક પહેલા તબક્કા વાર રસ્તાઓ બંધ કરવામાં આવશે અને પીએમનો કાફલો પસાર થવાના ચોક્કસ સમય બાદ જ રસ્તો ખુલ્લો કરવામાં આવશે.
રેલીનો રૂટ
1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે આ રોડ શો નરોડાથી શરૂ થશે અને ચાંદખેડા સુધી ચાલશે.
નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ - આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી - ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા
પીએમના રોડ શો અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદના શહેરના તમામ પોલીસ સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ સિનિયર અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીના રોડ શોની રૂટની પર એસપીજીની ટીમ ઉપરાંત, અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ હાજર રહેશે.
પ્રધાનમંત્રીના રોડ શોમાં આવતા વિસ્તારોમા અવરજવર કરતા વાહનચાલકોને સ્થાનિક પોલીસે તેમજ અમદાવાદ શહેર પોલીસે આપેલા ડાયવર્ઝન પ્રમાણે વાહન લઇ જવાના રહેશે. તેમ પણ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OJaoX1i https://ift.tt/dgoE52H
0 ટિપ્પણીઓ