VIDEO: મહારાષ્ટ્રમાં મોટી પુલ દુર્ઘટના, 60 ફૂટની ઊંચાઈથી રેલવે ટ્રેક પર 20 લોકો પટકાયા, 8ની હાલત ગંભીર

મુંબઈ,તા.27 નવેમ્બર 2022, રવિવાર

હાલ મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ આવેલો છે, જેનો એક ભાગ તૂટી ગયો છે. આ પુલ પરથી આ સમયે ઘણા લોકો પસાર થઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ પુલની ઊંચાઈ લગભગ 60 ફુટ છે. એટલે કે જે લોકો આ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા તે લોકો 60 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના નામ સામે આવ્યા છે.


આ ઘટનામાં લગભગ 20 મુસાફરો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 8ની હાલત ખુબ જ ગંભીર છે. ઉલ્લેખનિય છે કે, કાઝીપેટ પુણે એક્સપ્રેસ ટ્રેનમાં બેસવા માટે ઘણા લોકો પ્લેટફોર્મ નંબર-1 પરથી પ્લેટફોર્મ નંબર-4 તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક પુલનો એક ભાગ તૂટી ગયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના નજરે નિહાળનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, આ ઘટના લગભગ સાંજે 5 વાગ્યાની આસપાસ બની છે. 




https://ift.tt/a0IZm3c from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CMFZWpI

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ