અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બગોદરા-રાજકોટ હાઇવે પર રૂપિયા ૩૩ લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલી ટ્રક જપ્ત કરી છે. રાજસ્થાનમાં રહેતો ટ્રક ડ્રાઇવર પંજાબના જંલધરથી દારૂ ભરેલી ટ્રક લઇને રાજકોટ જતો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીનો સ્ટાફ બગોદરા હાઇવે પર પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે દારૂ ભરેલી એક ટ્રક રાજકોટ તરફ જઇ રહી છે. જેના આઘારે રાતના સમયે વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને રોકીને તેમાં બનાવવામાં આવેલા એક શંકાસ્પદ ખાનાની તપાસ કરીને પોલીસે ૬૬૪૦ બોટલ જપ્ત કરી હતી. જેની કિંમત ૩૩ લાખ જેટલી અંદાજવામાં આવી હતી. પુછપરછમાં ટ્રકચાલક હરચંદ જાનીએ જણાવ્યું હતું કે રાજસ્થાનથી તેને ખાલી ટ્રક આપવામાં આવી હતી અને પંજાબના જંલધરથી તેને ભરીને રાજકોટ પહોંચતી કરવાનું કહેવામાં આવ્યું હતું. જેના બદલામાં તેને ૬૦ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. આ દારૂનો જથ્થો ફતેહપુર સિક્રીથી અનિલ પંડયાએ પંજાબના જંલધરથી ભરાવ્યો હતો અને રાજકોટ પહોંચતો કરવા માટે કહેવામાં આવ્યું હતું. જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
https://ift.tt/d6VZNsC
0 ટિપ્પણીઓ