એરલાઇનના કાઉન્ટર પર દારૂ પીને ધમાલ કરતા યુવકને ઝડપી લેવાયો

અમદાવાદ

અમદાવાદના ડોમેસ્ટીક એરપોર્ટ પર એરલાઇનના કાઉન્ટર લગેજ મામલે દારૂ પીને ધમાલ કરી રહેલા યુવક વિરૂદ્વ એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. મુંબઇથી ફ્લાઇટ ચુકી જતા તે સામાન લેવા માટે દારૂ પીધેલી હાલતમાં કાઉન્ટર પર આવ્યો હતો.અમદાવાદના ડોમેસ્ટીક એરપોર્ટ પર ટર્મીનલ મેનેજર તરીકે કામ કરતા સતપાલસિંહ દેવતલાલે ફરિયાદ નોંધાવી છે કે બુધવારે રાતના સમયે એક પેસેન્જર ઇન્ડિગોના કાઉન્ટર પર આવ્યો હતો. જેની મુંબઇની ઇન્ડિગોની ફ્લાઇટ મીસ થતા તે સામાન લેવા માટે રકઝક કરતો હતો. પરંતુ તણે દારૂ પીધો હતો. જેથી આ અંગે સતપાલસિંહે એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે તેની ધરપકડ કરીને પુછપરછ કરતા તેનું નામ કૃણાલ સાગર (રહે.સ્વર્ણીમ સ્કાય, વૈષ્ણોદેવી) સર્કલ હોવાનું જાણવા મળ્યું હતું. જેણે મુંબઇથી ઇન્ડિગોની ટિકિટ લીધી હતી. પરંતુ,તે ફ્લાઇટ ચુકી ગયો હતો અને તે અન્ય ફ્લાઇટમાં અમદાવાદ આવીને દારૂ પીધેલી હાલતમાં લગેજ લેવા માટે ઇન્ડિગોના કાઉન્ટર પર ગયો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.



https://ift.tt/Fw2G4pl

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ