- આંતરરાષ્ટ્રીય સરહદેથી પાંચ કી.મી.અંદર રામગઢ અને વિજયપુર વચ્ચે આ જથ્થો પકડાયો : તેમાં પાંચ પિસ્તોલો પણ હતી
જમ્મુ : જમ્મુ અને કાશ્મીર પોલીસે આજે ગુરૂવારે સામ્બા જિલ્લામાં ડ્રોન- વિમાનમાંથી ફેંકાયેલા ઇમ્પ્રુવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) તથા રૂપિયા પાંચ લાખ હાથ કર્યા છે. આ માહિતી આપતા સિનિયર સુપ્રીન્ટેડન્ટ ઓફ પોલીસ અભિષેક મહાજને પત્રકારોને જણાવ્યું હતું કે તે વિસ્તારના સ્થાનિક નિવાસીઓએ પોલીસને જણાવ્યું હતું કે આજે સવારે આશરે ૬-૧૫ કલાકે આંતરરાષ્ટ્રીય સરહદ અંદર સામ્બા ક્ષેત્રમાં એક ડ્રોન વિમાન દ્વારા આ જથ્થો ફેંકવામાં આવ્યો હતો.
આ પછી બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ બે અન-એસેમ્બલ્ડ આઇઇડી તથા ડીટોનેટર્સ હાથ કર્યા હતા. તે ઉપરાંત ચાઇનીઝ મેઇડ બે પિસ્તોલ, ૬૦ રાઉન્ડ સાથેના ચાર મેગેઝિન્સ હાથ કર્યા હતા આ બધું તળિયે લોખંડનું પતરું ધરાવતા એક લાકડાના બોક્સમાં મળી આવ્યું હતું. આ ઘટના સ્પષ્ટતઃ ક્રોસ-બોર્ડર ડ્રોન ડ્રોપિંગની જ હતી અને તે વિષે વધુ તપાસ કરી રહ્યા છીએ તેમ પણ અભિષેક મહાજને જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ જથ્થો જો છૂપાઈ રહેલા ત્રાસવાદીઓના હાથમાં આવી ગયો હોત તો ઘણી તબાહી પણ થઈ શકે તમે હતી. પરંતુ તે પ્રયાસો નિષ્ફળ બનાવાયા છે.
એસએસપી મહાજને વધુમાં કહ્યું હતું કે, આ અંગે માહિતી આપનાર ગ્રામજનોને અને તે ઇમ્પ્રુવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઆઇડી) જીવના જોખમે પણ નિષ્ફળ કરનાર પોલીસને યોગ્ય ઇનામ આપવામાં આવશે.
https://ift.tt/waWlfvS from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Pu82xJS
0 ટિપ્પણીઓ