આ વિધીમાં આમિરના પરિવાર સહિત તેની બન્ને પત્નીઓ અને ફાતિમા સના શેખ પણ જોવા મળી
મુંબઇ : આમિર કાનની પુત્રી આયરા ખાને પોતાના બોયફ્રેન્ડ નૂપુર શિખારે સાથે સગપણ કર્યું .આ સેરેમનીમાં આમિર ખાન પોતાના પરિવાર તેમજ બન્ને પત્નીઓ અને ફાતિમા સના શેખ સાથે આવ્યો હતો. એટલુ ંજ નહીં તેનો ભાણેજ ઇમરાન ખાનની પણ હાજરી હતી.
આયરાના સગપણમાં પિતા આમિર, માતા રીના દત્તા, આમિરની એક્સ વાઇફ કિરણ રાવ, ઇમરાન ખાન, ફાતિમા સના શેખ તેમજ મિત્રો અને અન્ય પરવિરાજનો હાજર રહ્યા હતા.
આયરા આમિરની પ્રથમ સંતાન છે. આયરા ઉપરાંત રીનાથી આમિર પુત્ર જુનેદનો પણ પિતા છે.
આમિરે પુત્રીના સગપણમાં પોતાની ફિલ્મનું લોકપ્રિય ગીત પાપા કહેતે હૈ બડા નામ કરેગા પર ડાન્સ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં આમિર ખુશ જણાતો હતો.
https://ift.tt/bRMcxlq from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/REJ85Wi
0 ટિપ્પણીઓ